
બારડોલી એન્જિનિયરિંગ કોલેજના ટેકનો ક્રિએટમાં રાનકુવા હાઈસ્કૂલની કૃતિ પ્રથમ ક્રમે વિજેતા,રૂપિયા 3100 રોકડ પુરસ્કાર અને ટ્રોફીથી સન્માનિત થઈ
રિપોર્ટ,મયુર પટેલ
બારડોલી વિસ્તારની નેશનલ બોર્ડ ઓફ એક્રેડીટેશન મૂલ્યાંકન ધરાવતી આર.એન.જી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, તાજપોર એન્જિનિયરિંગ કોલેજ ખાતે 15 અને 16 સપ્ટેમ્બર 2023ના રોજ 13’મો નેશનલ ટેકનિકલ ફેસ્ટિવલ (VISVESMRUTI- 2023) નું આયોજન કરવામાં આવેલ હતું. આર.એન.જી.પી.આઈ. ટી કોલેજના આચાર્યશ્રી લતેશ ચૌધરી દ્વારા દક્ષિણ ગુજરાતની ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાનના દ્રષ્ટિકોણ વિકસે એ માટે ખૂબ જ સુંદર પ્રયત્ન કરવામાં આવ્યો એન્જિનિયરિંગ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને લાવવા જવા માટે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવામાં આવી જે ખૂબ જ પ્રશંસનીય કાર્ય કહી શકાય જેમાં અમારી શાળા શ્રી બી.એલ.પટેલ સર્વ વિદ્યામંદિર,રાનકુવાના ધોરણ-11 વિજ્ઞાનપ્રવાહના 34 વિદ્યાર્થીઓએ આ Tech-Festivalની મુલાકાત લઈ, કિવઝ,સાયન્સ પ્રોજેક્ટ કોમ્પિટિશનમાં પણ ભાગ લીધો હતો. ક્વિઝ/પ્રોજેક્ટ કોમ્પિટિશનમાં ભાગ લીધેલ દરેક વિદ્યાર્થીઓને કોલેજ દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં અમારી શાળાની એક કૃતિ “ઓટોમેટીક ઓવર સ્પીડિંગ કંટ્રોલ સિસ્ટમ વિથ રીયલ ટાઇમ લોકેશન” પ્રથમ ક્રમે પસંદ થઈ હતી. પ્રોજેક્ટમાં વિજેતા ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી ઓમ આર.પટેલ અને કેવિન એસ પટેલને -ટ્રસ્ટી મંડળના પ્રમુખશ્રી બાબુભાઈ વી .પટેલ દ્વારા ટ્રોફી, પ્રમાણપત્રો અને રૂ.3100 નું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું .તેમજ શાળાને પણ ટ્રોફી એનાયત થયેલ છે. જુદી જુદી ઉચ્ચતર માધ્યમિક શાળા માંથી આવેલા વિદ્યાર્થીઓએ પોતાના અનુભવ રજૂ કરતા જણાવ્યું કે આ કોલેજમાં આવી અમને એન્જિનિયરિંગ ડ્રીમ કેવી રીતે પૂર્ણ કરી શકાય એની ઊંડાણપૂર્વક સમજ પડી અને ભાવિકારકિર્દી માટે કયા કયા ક્ષેત્ર ઉપલબ્ધ છે એની જાણકારી મળી, વિજેતા પ્રોજેક્ટના બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકશ્રી દિગ્પાલસિંહ એમ.રાઠોડ ને શાળા કેળવણી મંડળ,શાળા પરિવાર તથા શાળાના આચાર્યશ્રી સંજયસિંહ ડી.પરમારે અભિનંદન પાઠવ્યા હતા.