
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર શહેર તેમજ પૂર અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારો માં રોગચાળો ફાટી ન નીકળે તે માટે તાલુકા અને શહેર આરોગ્ય વિભાગ ની ટિમ કામે લાગી છે ,ત્યારે ગાંધીનગર ના એપીડેમીક વિભાગ ના ડેપ્યુટી ડાયરેકટર અને વડોદરા ઝોન ના નાયબ નિયામકે શહેર અને ગ્રામ્ય વિસ્તાર માં મુલાકાત લઇ મેડિકલ કેમ્પ અને સર્વે ની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા



અંકલેશ્વર માં પૂરગ્રસ્ત વિસ્તારો માં રોગચાળો ન ફેલાય તેની તકેદારી ના ભાગ રૂપે તાલુકા અને શહેર આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટિમો બનાવી તમામ વિસ્તારો માં મેડિકલ કેમ્પ સહીત ને આરોગ્ય લક્ષી કામગીરી કરવામાં આવી રહી છે અંકલેશ્વર માં આરોગ્ય સેવા માટે મેડિકલ કેમ્પ ની 10 થી વધુ ટીમો તેમજ પીએચસી સીએચસી ના 103 કર્મચારી ની ટીમ શહેર અને ગ્રામ્ય વિસ્તાર ના પૂરગ્રસ્ત વિસ્તારો માં ઘરે ઘરે જઈ સર્વે ની કામગીરી કરી રહ્યા છે ત્યારે રાજ્ય ના એપીડેમીક વિભાગ ગાંધીનગર ના ડેપ્યુટી ડાયરેક્ટર ડોકટર ,જે.કતીરા અને વડોદરા ના વિભાગીય નાયબ નિયામક ડોકટર યુ.બી ગાંધી અંકલેશ્વર ની મુલાકાતે આવ્યા હતા ,અને વિવિધ વિસ્તારો માં ચાલતા મેડિકલ કેમ્પ અને ઘરે ઘરે ચાલતી સર્વે ની કામગીરી નું નિરીક્ષણ કર્યું હતું અને સાથે ઘરે ઘરે ક્લોરીન ની ટેબ્લેટ નું વિતરણ અને પોરા નાશક કામગીરી ની સમીક્ષા કરી હતી ,આ મુલાકાત દરમ્યાન અંકલેશ્વર તાલુકા આરોગ્ય અધિકારી ડોકટર સુશાંત કઠોરવાલા અને ડોકટર વૈશાલી રૂપાપરા હાજર રહ્યા હતા