




કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
ભાજપ યુવા મોરચા ભરૂચ વિધાનસભા દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૩માં જન્મ દિવસને ઉજવણીના ભાગરૂપે ભાજપ યુવા મોરચા દ્વારા સેવા પખવાડિયા તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે ભાજપ યુવા મોરચા ભરૂચ વિધાનસભા દ્વારા ગોલ્ડન સ્ક્વેરના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં યુવા કાર્યકરો તેમજ અન્યો રકતદાન કરી રકતદાન મહાદાન ઉક્તિને સાર્થક કરી માનવ ધર્મ બજાવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ જીલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા,ભરૂચના ધારસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જીલ્લા ભાજપના મહામંત્રી નીરલભાઈ પટેલ,યુવા ભાજપના પ્રમુખ ઋષભ પટેલ સાથે અન્ય હોદેદારો અને કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.