વ્યારા સુગર ફેકટરી ની મુલાકાતે આદિજાતિ રાજ્ય મંત્રી શ્રી કુવજીભાઈ હળપતિ

રિપોર્ટ, મયુર પટેલ

તાપી જિલ્લાની જીવા દોરી સમાન વ્યારા સુગર ફેક્ટરીને પુનઃચાલુ કરવા માટે રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગમાંથી રૂ. 5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, ગુજરાત સરકારના મંત્રી શ્રી કુવરજીભાઈ હળપતિ સાહેબ આજે વ્યારા સુગર ફેક્ટરીની રૂબરૂ મુલાકાત લઇ સૌને ફેક્ટરી શરૂ કરવા સક્રિય અને સહિયારા પ્રયાસો હાથ ધરવા અનુરોધ કર્યો હતો.

આ દરમિયાન ફેકટરીની કસ્ટોડિયન કમિટી સાથે બેઠક ફેક્ટરીને લગતી સમસ્યાઓ તેમજ કમીટીના તમામ મેમ્બર્સની રજુઆતોને સાંભળી, તેના ઝડપી નિરાકરણ અર્થે સર્વેને ખાતરી આપી.

આ તકે ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી, ધારાસભ્યશ્રી ડૉ.જયરામભાઈ ગામીત સહિત જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો, સુમુલ ડેરીના ચેરમેન શ્રી માનસિંહભાઈ પટેલ તેમજ અન્ય કમીટી મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *