સેમિકન્ડક્ટર ઉદ્યોગ – વાણિજ્યના અવસરો માટે વિશ્વ આખુ ઉમટશે ગુજરાતના આંગણે…

સાણંદ જીઆઇડીસી 2 ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી , કેન્દ્રીય આઈ.ટી. મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી, કેન્દ્રીય આઈ.ટી. રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરજી અને કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત સાહેબ ની ઉપસ્થિતિમાં માઇક્રોન કંપનીની એસેમ્બલી અને ટેસ્ટિંગ ફેસિલિટીનું ખાતમુહૂર્ત સંપન્ન થયું.
ગુજરાત સરકારે સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરી છે. ગુજરાતમાં ઉત્પાદન માટેની માળખાકીય સુવિધાઓ, ઉદ્યોગ-વેપાર માટે પરવાનાથી માંડીને અન્ય ઔપચારિકતાઓ માટેનું સાનુકૂળ વાતાવરણ અને રાજ્ય સરકારના શ્રેષ્ઠ સહયોગ ઉપરાંત સુઆયોજિત ટેલેન્ટ પુલની ઉપલબ્ધિ જેવી મહત્ત્વપૂર્ણ બાબતોને ધ્યાને રાખીને માઇક્રોને પોતાની આ મેન્યુફેક્ચરિંગ ફેસેલિટી શરૂ કરવા માટે ગુજરાત પર પસંદગી ઉતારી છે.

રાજ્‍ય સરકાર ધ્‍વારા આ પ્રોજેક્‍ટને વાયબ્રન્‍ટ ગુજરાતની સિધ્‍ધિ તરીકે જોવામાં આવે છે.

આ પ્રસંગે શ્રી રાજકુમાર – મુખ્ય સચિવશ્રી, શ્રી વિજય નેહરા – સચિવ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ, શ્રી ગુરશરણ સિંઘ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, માઇક્રોન ટેકનોલોજી, શ્રી વિનાયક પાલ – સીઇઓ ટાટા પ્રોજેક્ટ્સ હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *