અંકલેશ્વર જૂના બોરભાઠા ગામે ઢીચણ સુધી ના પાણી માં ડીજીવીસીએલ વીજ પુરવઠો કાર્યરત કર્યો

3 દિવસ ખડેપગે રહી લોકોના ઘરો ના મીટર માં જતી મેઈન લાઈન કાપી નવા કનેકશન કરી આપ્યા : ગ્રામજનો દ્વારા ડીજીવીસીએલ નો આભાર માન્યો

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર જૂના બોરભાઠા ગામે ઢીચણ સુધી ના પાણી માં ડીજીવીસીએલ વીજ પુરવઠો કાર્યરત કર્યો હતો. 3 દિવસ ખડેપગે રહી લોકોના ઘરો ના મીટર માં જતી મેઈન લાઈન કાપી નવા કનેકશન કરી આપ્યા હતા. ગ્રામજનો દ્વારા ડીજીવીસીએલ નો આભાર માન્યો હતો.

અંકલેશ્વર તાલુકા ના પૂર અસરગ્રસ્ત ગોલ્ડન બ્રિજ જૂના બોરભાઠા ગામ 17 સપ્ટેમ્બર થી પૂર ના પાણી પ્રવેશતા જ વીજળી ડૂલ થઇ ગઈ હતી .એક તબક્કે ગામ માં પ્રવેશ કરવો પણ મુશ્કેલ હતો ત્યારે પૂરના પાણી ઓસરતા જ અંકલેશ્વર ડીજીવીસીએલ મેદાન માં આવી યુદ્ધના ધોરણે કામગીરી શરુ કરી હતી. આખું ગામ ડુબાણ માં ગયેલું હોય એવા બોરભાઠા ગામ ખાતે સતત 3 દિવસ ઘૂંટણ સમા કાદવ અને પાણી વચ્ચે પણ ડી.જી.વી.સી. એલ. ના કર્મચારીઓ એ ખડે પગે રહી પહેલા ગામમાં પાણી ચાલુ કર્યું હતું. ત્યાર બાદ લોકોના ઘરો ના મીટર માં જતી મેઈન લાઈન કાપી નવા કનેકશન કરી ગામના લોકો ને રાત્રી ના અંધારા માં જીવ જંતુ કરડી ન જાય એ ધ્યાને રાખી કામ કરેલ ગામના પૂર્વ સરપંચ દ્વારા ડી.જી.વી સી. એલ ના અધિકારીઓ સહિત તમામ કર્મચારીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *