અંકલેશ્વર ના નર્મદા પૂર અસરગ્રસ્ત ગામો માં કોળી સેના દ્વારા અનાજ અને ઘરવખરી ની કીટ નું વિતરણ કરાયું

અંકલેશ્વર ના નર્મદા પૂર અસરગ્રસ્ત ગામો માં કોળી સેના દ્વારા અનાજ અને ઘરવખરી ની કીટ નું વિતરણ કરાયું
=સુરત શહેર ,ચૌર્યાસી ,અને ઓલપાડ તાલુકા ના કોળી સેના ના 70 કાર્યકરો એ જુના દિવા અને જુના હરિપુરા ગામે કીટો નું વિતરણ કર્યું

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર તાલુકા ના નર્મદા ના પૂર અસરગ્રસ્ત જુના દિવા અને જુના હરિપુરા ગામે સુરત શહેર ,ઓલપાડ અને ચૌર્યાસી તાલુકા ના 70 જેટલા કોળી સેના ના કાર્યકરો એ અનાજ અને ઘરવખરી ની કીટ નું વિતરણ કર્યું હતું

નર્મદા નદીના પુરની વિકટ પરિસ્થિતિમાં અંકલેશ્વર તાલુકા ના નર્મદા કાંઠા વિસ્તાર ના ગામો માં ભારે નુકસાન થયું છે ત્યારે આવી વિકટ પરિસ્થિતિ ને જોતા અન્ય જિલ્લા ના સેવાભાવી સંગઠનો પણ પૂરપીડિતો ની વ્હારે આવી તમામ પ્રકાર ની સહાય કરી રહ્યા છે ત્યારે સુરત શહેર ,ઓલપાડ અને ચૌર્યાસી તાલુકા ના 70 જેટલા કોળી સેના ના કાર્યકરો નર્મદા પુર ના અંકલેશ્વર તાલુકાના સૌથી પ્રભાવિત જુનાદીવા અને જુના હરીપુરા ગામમાં “કોળી સેના સમસ્ત ગુજરાત” ના કોળી સેના ના સેવાભાવી કાર્યકરો એ રાહતની લગભગ 350 થી વધુ અનાજ કરિયાણું – ઘરવખરીની કીટોનું પુરગ્રસ્ત લોકોના ઘરે ઘરે જઈ કીટોનું વિતરણ કર્યું હતું આ નર્મદા રેલ રાહત કાર્યમાં “કોળી સેના સમસ્ત ગુજરાત” ના આગેવાન જીજ્ઞેશભાઈ પટેલ , કિરણભાઈ , નિતીનભાઈ , ડો અનિલભાઈ પટેલ , ડો જીજ્ઞેશભાઈ પટેલ , ડો તેજસભાઈ પટેલ તથા કોળી સેના ના તમામ કાર્યકરો હાજર રહ્યા હતા*

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *