મહેસાણા જિલ્લાના વડનગર ખાતે આવેલ કીર્તિ તોરણમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો

પર્યટનના મહત્વ અને તેના સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક મૂલ્ય વિશે સ્થાનિક સમુદાયમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે 27મી સપ્ટેમ્બરે વિશ્વ પ્રવાસન દિવસ ઉજવવામાં આવે છે.

પર્યટન મંત્રાલયે 27મી સપ્ટેમ્બર, 2023ના રોજ શરૂ થનાર પ્રવાસન ક્ષેત્રને સમર્પિત “ટ્રાવેલ ફોર લાઇફ” રજૂ કરવાની યોજના બનાવી છે. આ પહેલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ “મિશન લાઇફ”ને અનુરૂપ છે.

આ સંદર્ભમાં, મંત્રાલયે સમગ્ર ભારતમાં ઉપરોક્તપ્રવૃત્તિઓ માટે 108 સાઇટ્સની ઓળખ કરી છે. 108 સાઇટ્સમાંથી, 11 સાઇટ્સ ગુજરાતમાં છે વિશ્વ પ્રવાસન દિવસ અને સ્વચ્છ ભારત ઉજવણી માટે સાઇટ્સમાંથી એક તરીકે પસંદ કરવામાં આવી છે.

ભારત સરકારના પ્રવાસન વિભાગ અને સ્થાનિક સમુદાય અને પ્રવાસન હિતધારકોને સામેલ કરીને ગુજરાતના 11 અલગ અલગ પ્રવાસન સ્થળો તેમજ તીર્થ સ્થળોએ વિશ્વ પ્રવાસન દિવસ અને સ્વચ્છતા કાર્યક્રમોનું આજ રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે મહેસાણા જિલ્લાના વડનગર ખાતે આવેલ કીર્તિ તોરણ ખાતે ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સમૂહ સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સવારે 9 વાગ્યાથી સફાઈ કામદારો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સફાઇ કરવામાં આવી હતી.

ગુજરાત પ્રવાસન  વિભાગ દ્વારા આવેલ અધિકારી રોહિત પ્રજાપતિએ આપણા આ પ્રવાસન સ્થળોની જાળવણી માટે સ્વછતાં રાખવાની આપણી જ જવાબદારી છે, તેવા સંદેશ સાથે ઉપસ્થિત તમામ લોકોને પ્રવાસન સ્થળોની જાણવાની અને સાચવણીનો સંદેશો આપ્યો હતો.

આ પ્રસંગે વડનગર સી.આર.સી. દીપક રાવલ , ટી.સી.જી.એલના પ્રિતમભાઈ, વડનગર નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર જીગર જોશી, જય સુથાર, તેમજ વડનગરની શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ નગરપાલિકા સફાઈ કર્મીઓ ઉપરાંત વડનગરના અગ્રગણ્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *