ગુજકોમાસોલ ની ૬૨ મી વાર્ષિક સાધારણ સભા દિલીપ સંઘાણીની અધ્યક્ષતામાં યોજાઇ

ટેક્સટાઇલ માટે યાર્ન નો ઉપયોગ કરીને નવા પ્રોડક્ટસ તૈયાર કરવાનો વિકલ્પ ઊભો થયો

ગુજકો બ્રાન્ડ નું રજીસ્ટ્રેશન કરાવી ખેડૂતોના દરેક મૂલ્ય વર્ધિત પ્રોડક્ટ ના માર્કેટિંગ નો રસ્તો ખુલશે

ગુજકોમાસોલ ની ૬૨ મી વાર્ષિક સાધારણ સભા ચેરમેન દિલીપ સાંગાણીની અધ્યક્ષતામાં અમદાવાદના પંડિત દિન દયાલ ઉપાધ્યાય હોલ ખાતે યોજાઇ હતી ચેરમેન બીપીન પટેલ ગોતા રાજ્યસભાના સાંસદ નરહરી અમીન પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયેશ રાદડિયા ઉત્તમ ડેરીના ચેરમેન મોહનભાઈ ભરવાડ મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણા સહિત સહકારી ક્ષેત્રના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાઇ હતી આ અંગે ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંગાણી જણાવ્યું હતું કે ગુજકોમાસોલે વર્ષ ૨૦૨૨૩માં ૪,૭૬૪.૩૩ કરોડનો અત્યાર સુધીની સૌથી વધુ ટન ઓવર કરેલ છે જે ગત વર્ષે રૂ.૭.૨૨ કરોડ હતો ચાલુ વર્ષે ૨૨% ડિવિડન્ડની ભલામણ કરી હતી પરંતુ સરકારના પરિપત્રને ધ્યાનમાં લેતા મહત્તમ ૨૦ ટકા ડિવિડન્ડની ભલામણ કરવામાં આવી છે વધુમાં દિલીપ સંઘાણી દ્વારા નેનો યુરિયા અંગે ખેડૂતોને માહિતગાર કર્યા હતા સરકારના સહયોગથી નાફેડ સાથે જાેઈન્ટ વેન્ચર થી અમરેલી ખાતે આધુનિક ઓઇલ મીલ નાખવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે આ પ્રસંગે વાઇસ ચેરમેન બીપીન પટેલ ગોતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજકો એટલે કે ગુજરાત કો-ઓપરેટીવની નવીન બ્રાન્ડનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે આગામી સમયમાં ગુજકોમાં સોલ રિટેલર ચેન પ્રસ્તુત કરવા જઈ રહ્યું છે જેને ગુજકો મીના માર્ટ અને ગુજકો સુપરમાર્ટ ના નામથી ઓળખવામાં આવશે ભરૂચ જિલ્લાના વગુસણા ખાતે કેળના થડમાંથી ફાઇબર બનાવવાનો પ્લાન્ટ નાખ્યો છે પરિણામે એક એકર જમીનમાં કેળાની ખેતી કરનારને કેળાનો ફાલ લીધા પછી સ્થળનો નિકાલ કરવા માટે રૂપિયા બહારથી ૧૫,૦૦૦ નો ખર્ચ કરવો પડતો હતો તે સામે હવે ખેડૂતોને આવક મળશે અને ખર્ચમાં બચાવ થશે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *