સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે ‘એક દિવસ એક કલાક’ શ્રમદાન કરી સ્વચ્છતા અભિયાનમાં જોડાયા

રિપોર્ટ, મયુર પટેલ

ભારત સરકારના “સ્વચ્છતા પખવાડિયા” અંતર્ગત “સ્વચ્છતા હી સેવા” અભિયાન અન્વયે બીજી ઓક્ટોબરના મહાત્મા ગાંધીજીની જન્મજયંતીના પૂર્વે દેશભરમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ સ્વચ્છતા માટે ‘એક તારીખ એક કલાક શ્રમદાન’ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે બારડોલી વિધાનસભાના ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમારે આજરોજ સ્વરાજ આશ્રમ ખાતે સાફ સફાઈ કરી હતી. આ શ્રમદાનમાં રોડ – રસ્તા ઉપર બ્રસિંગ કરી જાહેર માર્ગો સાફ-સફાઈના અભિયાનમાં પદાધિકારીઓ-અધિકારીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *