
રીપોર્ટ,મયુર પટેલ

ભારત સરકારના “સ્વચ્છતા પખવાડિયા” અંતર્ગત “સ્વચ્છતા હી સેવા” અભિયાન અન્વયે બીજી ઓક્ટોબરના મહાત્મા ગાંધીજીની જન્મજયંતીના પૂર્વે દેશભરમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ સ્વચ્છતા માટે ‘એક તારીખ એક કલાક શ્રમદાન’ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે મહુવા વિધાનસભાના ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાએ આજરોજ કરચેલીયા ગામ તાલુકા પંચાયત પાસે સાફ સફાઈ કરી હતી. આ શ્રમદાન સાફ-સફાઈના અભિયાનમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલાબેન, જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી રિટાબેન, તાલુકા ભાજપ પ્રમુખશ્રી હિતેશ નાયક, સરપંચશ્રી કેયુર પટેલ તથા અન્ય આગેવાનો જોડાયા હતા.