અંકલેશ્વર માં ગાંધી જયંતિ પૂર્વે શ્રમદાન અંતર્ગત સ્વછતા અભિયાન હાથ ધરાયું

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

ગાંધી જયંતિ પૂર્વે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત દેશભરમાં સ્વછાંજલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે અંકલેશ્વર શહેર અને ગ્રામ્ય વિસ્તાર માં સ્વછતા અભિયાન યોજાયું હતું. જેમાં કોસમડી ગામ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા જયારે અંકલેશ્વર શહેર માં પણ પાલિકા ના સત્તાધીશો સહીત નગરજનો અને સ્વૈચ્છીક સંસ્થાઓ જોડાઈ ને શ્રમદાન કર્યું હતું

ગાંધી જયંતિ પૂર્વે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત દેશભરમાં સ્વછાંજલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે,. તા. 2જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શહેર સ્વચ્છ અને સુંદર રહે તે હેતુથી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સ્વછાંજલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ શ્રમદાન માટે એક તારીખ, એક કલાક, એક સાથેનું સૂત્ર આપ્યું છે. તેમણે કહ્યું- સ્વચ્છ ભારત એક સહિયારી જવાબદારી છે અને દરેકે સ્વચ્છતા રાખવાના પ્રયાસો કરવા જોઈએ. ત્યારે અંકલેશ્વર તાલુકા માં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અંકલેશ્વર ના કોસમડી ગામ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહીત ના અધિકારીઓ અને ગ્રામજનો જોડાયા હતા અને શ્રમદાન કર્યું હતું સાથે અંકલેશ્વર નગર પાલિકા દ્વારા નવ વોર્ડ માં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું પાલિકા ના તમામ સભ્યો .ચીફ ઓફિસર સહીત કર્મચારીઓ અને નગરજનો સાથે ખાનગી કંપનીઓ ઓએનજીસી સહીત સ્વૈચ્છીક સંસ્થાઓ સ્વચ્છતા અભિયાન માં જોડાય હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *