
અવિરત સેવાઓ કરનાર પૂનમ માડમ લોક પ્રહરી તરીકે છવાઇ ગયા
જામનગર (ભરત ભોગાયતા)
જામનગર તબીબી સારવાર અને વિશેષ સેવાઓ એ હાલના સમયની તાની માંગ છે, રે જન જને તંદુરસ્ત અને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાનું બળ પુરૂ પાડી જન જનને એક સુખદ અનુભૂતિની અહેસાસ કરાવે છે આ બાબતનું હાર્દ છેવાડાના માનવી સુધી પહોંચાડવાની દ્રઢ સંકલ્પની આપણને સીને પ્રેરણા આપનાર આદરણીય વડાપ્રધાનશ્રી મોદી સાહેબના આ પ્રેરકબળથી જામનગર લોકસભાના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમએ ખંભાળિયા ખાતે જાહેર જનતા માટે સર્વરોગ નિદાન સારવારનો મેગા કેમ્પ યોજ્યો હતો.

સ્વસ્થ ભારતના પ્રણેતા આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સા. ના ૭૩મો જન્મદિવસ નિમિતે ઉજવાતા સેવા પખવાડીયા અંતર્ગત સર્વરોગ નિદાન મેગા કેમ્પનું ખંભાળિયા ખાતે સંસદસભ્યશ્રી પૂનમબેન માડમ દ્વારા અનન્ય આયોજન થયું હતું જેની હજારો દર્દીઓએ લાભ લીધો હતો અને એસ.એન.ડી.ટી. હાઇસ્કૂલ ખાતે આ સુદ્રઢ આયોજનથી મહા “હેલ્થ મેલા” સમાન માહોલ બની રહ્યો હતો. આ નિદાન સારવાર કેમ્પમાં તમામ દવાઓ વિનામુલ્યે પુરી પાડવાના આ સેવાથાનો દેવભૂમિ દ્વારકા જિલ્લાની જનતાએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.
તેમજ એકંદરે ડોકટર્સ- પેરામેડીકોઝ સ્વયંસેવકો સહયોગીઓ અહિત સીની પ્રશ્નનીય અને સમર્પિત સેવાથી સી દર્દીનારાયણએ સેવા અને સંતોષની અનન્ય અનુભૂતિ કરી આ કેમ્પને એક બીરદાવવા સમાન ગણાવ્યો હતો.
આ કેમ્પમાં જનરલ ફિઝીશીયન, નાક ગળાના નિષ્ણાત, આંખ, ચામડી, હાડકા, બાળરોગ, સ્ત્રીરોગ, મગજ અને જ્ઞાનતંતુ અને ન્યુરોલોજી સર્જન જેવા વિવિધ વિભાગોમાં નિષ્ણાત ડોક્ટર્સએ સેવાઓ આપી હતી.દિવસ દરમ્યાન અવિરત દર્દીઓનો પ્રવાહ ચાલુ રહેતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત દર્દીઓનું નિદાન કરી, નિશુલ્ક જરૂરી દવાઓ આપવામાં આવી હતી.

ડોક્ટર્સ- પેરામેડીકોઝ સ્વયંસેવકો- સહયોગીઓ સહિત સોની પ્રસંશનીય અને સમર્પિત સેવાથી સૌ દર્દીનારાયણએ કરી સેવા અને સંતોષની અનન્ય અનુભૂતિ સમાન સર્વરોગ નિદાન યજ્ઞ
દેશાના થશાસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ૭૩ માં જન્મદિવસ નિમીતે જામનગર દેવભૂમિ દ્વારકાના સાંસદશ્રી પૂનમબેન માડમ દ્વારા ખંભાળિયા ખાતે સ્વ.હેમતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટ અને શિવાની ફાઉન્ડેશનના સૌજન્યથી મેગા સર્વ રોગ નિદાન કેમ્પનું સુંદર આયોજન ગઇકાલે કરવામાં આવેલ હતું. જેને ખૂબ જ સારી પ્રતિભાવ મળતા કાર્યક્રમ સફળ રહ્યો હતો.
જેમાં જન જન માં ચેતના સંચાર થયો અને સ્વસ્થ ભારતનું નિર્માણ કરવાના આદરણીય પ્રધાનમંત્રીશ્રી મોદી સાહેબના અંત્યોદયથી સર્વોદય સાકાર કરવાના સંકલ્પને સાકાર કરવા સર્વજન હિતાય સર્વજન સુખાય હેતુ પ્રકાર્નિયા ખાતે સફળ સર્વરોગ મેગા નિદાન (સ્પેશ્યાલીટ સુપરસ્પેશ્યાલીસ્ટ ડૉકટર્સ સર્વીસીસ) કેમ્પ યોજવાનો અવસર મળતા દર્દીનાયણની સેવાની તક મળી તેને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્યશ્રી પૂનમબેન માડમએ એક સેવાન રૂપી અવસર ગણાવ્યો હતો.
દેવભૂમિદ્રારકા જીલ્લાના નાગરીકોએ બહોળી સંખ્યામાં લાભ લેતા, આ નિશુલ્ક સર્વરોગ મેગા નિદાન સારવાર કેમ્પની ભવ્ય સફળતાને ઉમદા પ્રેરણા સ્ત્રોત સમાન વૈશ્વીક નેતા શ્રી મોદી સાહેબના જન્મદિવસને યાદગાર બનાવવાના હેતુથી આ સફળતાને સંસદસભ્યશ્રી પૂનમબેન માડમએ રાષ્ટ્રને સમર્પીત કરી હતી.
આ સેવાયજ્ઞ વખતે રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી મૂળભાઈ બેરા, ધારાસભ્ય શ્રી પબુભા માણેક, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રચનાબેન મોટાણી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મયૂરભાઇ ગઢવી, દરેક શહેર અને તાલુકા ભાજપ પ્રમુખશ્રીઓ અને હોદેદારો તથા કાર્યકરો ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાળી જિલ્લા/તાલુકા પંચાયતી અને નગરપાલિકાઓના પદાધિકારીશ્રીઓ ચૂંટાયેલા સદસ્યશ્રીઓ ઉપરાંત વિવિધ ગામીના સરપંચશ્રીઓ તથા અનેક સંસ્થાઓસંગઠનો તેમજ વિવિધ સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં શુભેચ્છકો સારી ઉપયિત રહી કેમ્પની સરાહના કરી હતી.