
ધાર્મિક ભટ્ટ અરવલ્લી
વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા દર વર્ષે ૨, ઓકટોબર મહાત્મા ગાંધીના જન્મ દિવસથી એક અઠવાડીયા સુધી એટલે કે ૨ થી ૮ ઓકટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. અઠવાડીયા દરમ્યાન રોજે રોજ અલગ અલગ કાર્યક્રમ જેવા કે, સાયકલ રેલી, બાઇક રેલી, અવેરનેસ પ્રોગ્રામ, નુકકડ નાટક, ચિત્ર સ્પર્ધાઓ, વકતૃત્વ સ્પર્ધાઓ વગેરે કાર્યક્રમો થકી સમાજમાં વન્યજીવો વિશે જાગૃકતા તેમજ માનવ જીવનમાં વન્યજીવોનું મહત્વ સમજાવવામાં આવે છે.
નાયબ વન સંરક્ષકશ્રી અરવલ્લીની કચેરીએથી માન. મંત્રી શ્રી ભિખુસિંહજી પરમારના હસ્તે લીલી ઝંડી આપી બાઈક રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
આજરોજ અરવલ્લી વન વિભાગ તથા સામાજીક વનીકરણ વિભાગ દ્વારા બાઇલ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જેનું માન.મંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર, અન્ન અને નાગરિક પુરવઠા, સામાજીક ન્યાય અને અધિકારીતાના હસ્તે લીલી ઝંડી આપી બાઇલ રેલીનું પ્રસ્થાન કરેલ. જેમાં નાયબ વન સંરક્ષકશ્રી એસ.એમ.ડામોર, અરવલ્લી વન વિભાગ, મોડાસા, મદદનીશ વન સંરક્ષકશ્રીઓ, પરિક્ષેત્ર વન અધિકારીશ્રીઓ, વન વિભાગના કર્મચારીઓ તથા વન્યજીવ પ્રેમી, સહભાગી વન વ્યવસ્થા સાથે સંકળાયેલ વન મંડળીના સભ્યો દ્વારા રેલીમાં ભાગ લેવામાં આવ્યો. બાઇક રેલી નાયબ વન સંરક્ષકશ્રી અરવલ્લી-મોડાસાની કચેરીએથી પ્રસ્થાન કરી વન્યજીવ જાગૃતિ માટેના બેનરો સાથે મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં ફેરવી પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવેલ.