માણસા તાલુકાના બદપુરા ગામ ખાતે અમૃત કળશ યાત્રાની ઉજવણી

શહીદોના સન્માનમાં પ્રેત્યક દેશવાસીઓને બે ચપટી માટી અને બે ચપટી ચોખાના યોગદાનનો અવસર કળશ યાત્રા થકી મળ્યો – માણસા વિધાનસભાધારાસભ્ય શ્રી જે.એસ. પટેલ

આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત માણસા તાલુકાના બદપુરા ગામ ખાતે ‘અમૃત કળશયાત્રા’ આવી પોહચતાં માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલ અને અન્ય હોદેદારો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું. દેશની માટી, વીરોને વંદન હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દિલ્હીમાં અમૃત વાટિકાનું નિર્માણ થઈ રહ્યું છે. શહીદોના સન્માનમાં પ્રેત્યક દેશવાસીઓને બે ચપટી માટી અને બે ચપટી ચોખાના યોગદાનનો અવસર કળશ યાત્રા થકી મળ્યો હોવાનું માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલ એ કહ્યું હતું. અહીં નોંધણીય છે કે, તા. ૦૬/૧૦/૨૦૨૩ થી ૧૨/૧૦/૨૦૨૩ સુધી અલગ અલગ વર્ગની વિશેષ ભાગીદારી સાથે અમૃત કળશ યાત્રા યોજવાનું આયોજન હાથ ધરવામા આવ્યું છે. જેને અનુલક્ષીને માણસા તાલુકાના બદપુરા ગામ ખાતે અમૃત કળશ યાત્રા પહોંચી હતી.

જ્યાં હાજર આજ રોજ માણસા તાલુકાના બદપુરા ગામે ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી મયંકભાઇ નાયક સાથે ઘરે ઘરે કળશ યાત્રા કાર્યક્રમમાં જાેડાઈને અમૃત કળશમાં માટી એકત્રિત કરી. વીરો અને વીરાંગનાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે ભાજપાના કાર્યકર્તાઓ, હોદ્દેદારો તથા ગ્રામજનો પણ આ મહાઅભિયાનમાં જાેડાયા હતા. સૌ સભ્ય અને ગ્રામજનોએ હાજર રહીને કળશ યાત્રાનું સ્વાગત કરી મેરી માટી મેરા દેશ અંતર્ગત કળશમાં માટી અને ચોખા નાખ્યા હતા. ઠેર ઠેર મહાનુભવો અને સ્થાનિકો દ્વારા અમૃત કળશને વંદન કરી પોતાનું યોગદાન દેશ, દેશની માટી અને શહીદો પ્રત્યે અર્પણ કરાયું હતું. રાષ્ટ્રીય એકતા અને અખંડીતતાને ઉજાગર કરવા દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા મારી માટી મારો દેશ અભિયાનનું આયોજન કરાયું છે. રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે માણસા તાલુકાના બદપુરા ગામ ખાતે અમૃત કળશ યાત્રાનું આગમન થયું હતું આ અમૃત કળશનું આગમન થતા ાણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલલ બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી મયંકભાઇ નાયક, ભાજપાના કાર્યકર્તાઓ, હોદ્દેદારો તથા ગ્રામજનો સહિત ભવ્ય સ્વાગત કર્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *