માંડવી ડોર ટુ ડોર યુવા મતદાર નોંધણી અભિયાન હાથ ધરવામાં આવ્યું

માંડવી ભારતના ચુંટણી પંચ દ્વારા મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતિમ તબક્કામાં પહોંચી ૨હયુ છે ત્યારે ૨-માંડવી વિધાનસભા મતદાર વિભાગમાં શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં યુવા મતદારો લોકશાહી પ્રક્રિયામાં પોતાની ભાગીદારી નોંધાવે તે માટે ૨- માંડવી વિધાનસભા મતદાર વિભાગના મતદારો નોધણી અધિકારી અને મુન્દ્રા પ્રાંત અધિકારીશ્રી કે.જી.ચૌધરીએ ડોર ટુ ડોર યુવા મતદાર નોંધણી અભિયાન હાથ ધરવા આદેશ કરેલ છે . મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદાર નિલંબિકાબેન બારડના માર્ગદર્શન અન્વયે શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં નાયબ મામલતદારની દોરવણી હેઠળ આ અભિયાન હાથ ધરવામાં આવેલ છે.નાયબ મામલતદારશ્રી યુવરાજસિંહ ગોહિલે માંડવી શહેરમાં ડોર ટુ ડોર અભિયાન હાથ ધરેલ ઘેર ઘેર , દુકાને દુકાને જઈ યુવા મતદાર નોંધણી કાર્યક્રમ હાથ ધરેલ તો બીજી બાજુ બુથ લેવલ ઓફિસરો દ્વારા પણ ડોર ટુ ડોર યુવા મતદાર નોંધણી કામગીરી ચાલુમાં છે . વધુમાં યુવરાજસિંહ ગોહિલે જણાવ્યુ હતુ કે , કોઈ પણ લાયક નાગરિક મતદારથી વંચિત ન રહે તે માટે ચુંટણી પંચ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે . ત્યારે શહેરના સામાજીક , સ્વૈચ્છિક સંગઠનો , શિક્ષકો અને રાજકીય પક્ષોએ પણ લોકશાહી પ્રક્રિયામાં સહભાગી બનવુ જરૂરી છે . આ કામગીરીમાં શિક્ષકો , આશા વર્કર તેમજ અન્ય સરકારી કર્મચારીઓ સાથે એસ.જે.ઘાસુરા , એસ.આર.પરમાર સહિતના કર્મચારીઓ જોડાયા છે .

કમલમ દૈનિક અજય ખત્રી

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM