
જામનગર (ભરત ભોગાયતા)
માનવીય જીવન સિવાય ઘણી દુનિયા છે જેમકે સાગર ના અગાધ ભંડારના જીવો વગેરે….આકાશ અને જમીન વચ્ચે ઉછરતા પક્ષીઓ વગેરે તેમજ પશુપાલકોના પશુઓ તેવીજ રીતે જંગલની દુનિયા રોચક છે વન નુ રક્ષણ સંવર્ધન ના પણ આ જીવો પ્રત્યક્ષ પરોક્ષ કારણભૂત તો બને જ છે સાથે પૃથ્વીપરનુ કુદરતનુ એક નઝરાણુ છે જૈવ વિવિધતાના આ ઉદાહરણ ને જાણવા સરકાર પણ પ્રેરણા આપે છે

વન્ય પ્રાણી સપ્તાહ (2 થી 8 ઓક્ટોબર) કાર્યક્રમ દરમિયાન વન વિભાગ જામનગર , નોર્મલ રેન્જ જામનગર, નાયબ વન સંરક્ષક સાહેબ શ્રી આર.ધનપાલ સાહેબ તેમજ મદદનીશ વન સંરક્ષક ડૉ.આર.ડી.જાદવ સાહેબ ના માર્ગદર્શન મુજબ વન સંકુલ જામનગર મા નોર્મલ રેન્જ કચેરી મા શિતલ શૈક્ષણિક સંકુલ ના વિદ્યાથીઓને સાથે જામનગરના એક લેડી કમાન્ડો કહેવાય અને બાળકોને સુરક્ષા સલામતિ જાળવવા ની તાલીમ આપનાર તેમજ સ્પોર્ટસ ક્ષેત્રે પ્રગતિ કરનાર પ્રેક્ષા બેન ભટ્ટ દ્વારા વન્યપ્રાણીઓ તેમજ વન વિભાગ ની કામગીરી તેમજ વન્યજીવો ના વિવિધ ચિત્રો બનાવી વન સંકુલ ને વન્યજીવો ના ચિત્રો થી સજાવી વન્યપ્રાણી સપ્તાહ ની ઉજવણી કરવા મા આવી હતી