
જીવન જીયોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ આેફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ આેફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી.એલ.શાહ કોલેજ આેફ કોર્મસ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ આેફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૧૦-૧૦-૨૦૨૩ અને તા.૧૧-૧૦-૨૦૨૩ દરમ્યાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ઇન્ટર કોલેજ વેઇટ લિફટીંગ (મેન અને વુમન) ટુર્નાર્મેન્ટ આયોજન કરવામાં આવ્યુ હતું. વુમન ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારંભમાં અતિથિ વિશેષ્ા તરીકે ગ્રીન મેન તરીકે જાણીતા તેમજ નેશનલ એનર્જી ઇન્ઝર્વેશન એવોર્ડ વિજેતા તેમજ ઉધયોગપતિ એવા શ્રી વિરલભાઇ દેસાઇ, જીલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી,સુરત ના રાધીકા એચ. લાથીયા, કોલેજના આચાર્ય ડૉ.મુકેશભાઇ ગોયાણી, બી.બી.એ. કો-આેર્ડિનેટર પ્રા.ડાર્ૅ.સ્વાતી મહેતા અને સ્ટાફ સભ્યો તેમજ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના સ્પોર્ટસ ટીચર હાજર રહી સ્પર્ધકોને પ્રોત્સાહિત કરયા હતા. ઇન્ટર કોલેજ વેઇટ લિફટીંગ ટુર્નાર્મેન્ટ(વુમન)માં યુનિવર્સિટી સંલગ્ન ૧૦ કાલેજોના ૨૮ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ઇન્ટર કોલેજ વેઇટ લિફટીંગ ટુર્નાર્મેન્ટ(ભાઇઆે) ટુર્નામેન્ટની ૧૯ કોલેજોના ૬૦ સ્પર્ધકો પૈકી ૫૫કેજીસુધી વજનમાં હર્ષ્ાદ ધનધુકિયા જે.ઝેડ.શાહ કોલેજ,અમરોલી, સુરત, ૬૧કેજી વજનમાં અક્ષય બલડાનીયા, જે.ઝેડ.શાહ કોલેજ,અમરોલી, ૬૭કેજી વજનમાં અક્ષય ડંખારા,જે.ઝેડ.શાહ કોલેજ,અમરોલી, ૭૩કેજી વજનમાં ગૌરવ રાંક ,એસ.ડી.જૈન કોલેજ,સુરત, ૮૧કેજી વજનમાં અર્પ્રિત ભડીયાદરા,એસ.પી.બી.કોલેજ,સુરત, ૮૯કેજી વજનમાં નિમેશ દેસાઇ, એસ.ડી.જૈન કોલેજ,સુરત, ૯૬કેજી વજનમાં વરૂન સાવલીયા, આર.વી.પટેલ કોલેજ, અમરોલી,સુરત, ૧૦૨કેજી વજનમાં પ્રિન્સ પાલાવત,અંબાબા કોલેજ,સુરત, ૧૦૯થી વધુ કેજી વજન વિરાજ ડાબરીયા, નારાણલાલા કોલેજ,નવસારી પ્રથમ ક્રમે રહયા હતા. વેઇટ લિફટીંગ ટુર્નાર્મેન્ટ(ભાઇઆે) ટુર્નામેન્ટમાં ચેમ્પયનશીપ વિજેતા તરીકે જે.ઝેડ.શાહ કોલેજ, અમરોલી રહી હતી જયારે રનર્સઅપ તરીકે અંબાબા કોલેજ,સાબરગામ,સુરત રહી હતી.









જયારે વેઇટ લિફટીંગ (વુમન) ટુર્નાર્મેન્ટમાં પ્રથમ ક્રમે ૪૫કેજી વજનમાં દિશા ચોટલીયા,અંબાબા કોલેજ, સાબરગામ,સુરત, ૪૯કેજી હેતવી લીમબાની, ડી.આર.બી.કોલેજ,સુરત, ૫૫કેજી વજનમાં વિદ્યા શર્મા, અંબાબા કોલેજ, સાબરગામ,સુરત, ૫૯કેજી વજનમાં ઝીલ પટેલ, જે.ઝેડ.શાહ કોલેજ,અમરોલી,૭૧કેજી વજનમાં પ્રતિ મિશ્રા, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,ખોલવડ,સુરત ૮૧કેજી વજનમાં હેમલતા પટેલ, અંબાબા કોલેજ,સાબરગામ,સુરત, ૮૭કેજી વજનમાં આયુશી પટેલ, એમ.ટી.બી.આર્ટસ કોલેજ,સુરત વેઇટ લિફટીંગ ટુર્નાર્મેન્ટ(વુમન) ટુર્નામેન્ટમાં ચેમ્પયનશીપ વિજેતા તરીકે અંબાબા કોલેજ,સાબરગામ,સુરત રહી હતી જયારે રનર્સ અપ તરીકે જે.ઝેડ.શાહ કોલેજ,અમરોલી,સુરતરહી હતી. ટુર્નાર્મેન્ટની તમામ કેટેગરીના પ્રથમ,દ્ગિતય અને તૃતિય વિજેતાઆેને ગોલ્ડ મેડલ, સીલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ આપવામાં આવ્યા હતા. ઇન્ટર કોલેજ વેઇટ લિફટીંગ ટુર્નાર્મેન્ટ(ભાઇઆે)માં યુનિવર્સિટી તરફથી સિલેકટર તરીકે ડાર્ૅ. રૂસ્તમ સદરી, ડાર્ૅ.સુરેન્દ્રસિંહ રાણા અને શ્રી અમિતસિંહ રાઠોડ જયારે વુમન ટુર્નાર્મેન્ટમાં ડાર્ૅ. મયુર પટેલ, ડાર્ૅ.સુરેન્દ્રસિંહ રાણા અને શ્રી પ્રશાંતભાઇ પિલ્લાઇએ સેવા આપી હતી. સંમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ.મુકેશભાઇ ગોયાણીના માર્ગદર્શન હેઠળ પ્રા. સાયેબ મેમણ, પ્રા. રશમી નાયક અને ડાર્ૅ. પ્રદિપકુમાર લેન્કા (સ્પોર્ટસ ટીચર) દ્ગારા સંચાલન કરવામાં આવ્યુ હતુ.