અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે દિશા સમિતિની (DISTRICT DEVELOPMENT COORDINATION AND MONITORING COMMITTEE) બેઠક યોજાઈ

કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ શ્રી ડો. મહેન્દ્રભાઇ મુંજપરાની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક

અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકા ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ શ્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનિટરિંગ કમિટી – દિશાની બેઠક યોજાઇ હતી.
સામાન્ય રીતે દિશા કમિટીની બેઠક જિલ્લા કક્ષાએ યોજાતી હોય છે. પરંતુ આ વખતે મંત્રી અને સાંસદ શ્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાએ તાલુકાવાઈઝ દિશા કમિટીની બેઠક યોજવાનું નક્કી કર્યું હતું, જેથી કરીને તાલુકાના વિકાસના કાર્યો અને લોકપ્રશ્નો મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી શકાય.

તાલુકામાં થઈ રહેલા વિકાસના કાર્યોની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપતા સાંસદ શ્રી ડો. મહેન્દ્ર મુંજપરા


દિશા કમિટીની આ બેઠકમાં કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ મહત્તમ લાભાર્થીઓને મળી રહે તે દિશામાં પ્રયાસ અંગે ચર્ચા કરાઇ હતી. વધુમાં તાલુકામાં માળખાકીય સુવિધાઓ અને વિકાસનાં કામોની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. વધુમાં તમામ યોજનાઓનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું.
હાજર અધિકારીશ્રીઓએ તેઓના હસ્તક ચાલતી યોજનાઓના થઈ રહેલા અમલીકરણ બાબતે માહિતી આપી હતી.
આ ઉપરાંત બેઠકમાં વિવિધ વિભાગોના લક્ષ્યાંક, સિદ્ધિ, રજૂઆતો અને અમલીકરણ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રાફિકના પ્રશ્નો, રેલ્વેની કામગીરી પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરાઇ હતી.
મંત્રી શ્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરાએ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે સંદર્ભે સબંધિત અધિકારીને જરૂરી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવે, ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી, અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી અમિત વસાવા, ધંધુકા મામલતદારશ્રી, પ્રાંત અધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, પંચાયતના સદસ્યો, તાલુકાના આગેવાનો તથા વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *