ધારાસભ્યશ્રી કલ્પેશભાઇ પરમાર (માતર)ની અધ્યક્ષતામાં ખેડા ખાતે ‘’ઇન્ટર નેશનલ દિકરી દિવસ’’ અંતર્ગત ‘’કિશોરી મેળો-૨૦૨૩’’ યોજાયો

નાયબ નિયામકશ્રી (કમિશ્નર મહિલા અને બાળ વિકાસની કચેરી, ગાંધીનગર (મહિલા કલ્યાણ)) દિપેન પટેલ એ કિશોરી મેળા મુલાકાત લઈ દીકરીઓને પ્રોત્સાહન આપ્યું

ધારાસભ્યશ્રી કલ્પેશભાઇ પરમાર (માતર) ની અધ્યક્ષતામાં બેટી બચાવો બેટી પઢાવો અને “સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત” થીમ આધારિત કિશોરી મેળાનું આયોજન લાયન્સ હોલ, નગર પાલિકા સામે, ખેડા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય શ્રી કલ્પેશભાઇ પરમાર અને નાયબ નિયામકશ્રી (કમિશ્નર મહિલા અને બાળ વિકાસની કચેરી, ગાંધીનગર (મહિલા કલ્યાણ)) શ્રી દિપેન પટેલ એ કિશોરી મેળાની મુલાકાત લઇ જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. કિશોરી મેળામાં જિલ્લાની કિશોરીઓ અને યુવતીઓને શિક્ષણ, આરોગ્ય, કારકિર્દી, આત્મરક્ષા અને મહિલા સંબંધીત કાયદાકીય બાબતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  ખેડા તાલુકા ઉપપ્રમુખશ્રી લાલજીભાઇ દ્વારા બ્લોક અને તાલુકા કક્ષાએ વિવિધ ક્ષેત્રોમાં ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કિશોરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને કુલ ૧૦ વહાલી દીકરી યોજનાના મંજૂરી હુકમ અને દીકરી વધામણા કીટનું વિતરણ કરવામાં હતું.

આ પ્રસંગે ખેડા તાલુકા કારોબારી ચેરમેન શ્રી ખોડાભાઇ વાઘેલા એ કિશોરીઓને શિક્ષણ, કારકીર્દી, આરોગ્ય અને સમયના ઉચિત ઉપયોગ વિશે વાત કરી હતી. તેમણે ઉપસ્થિત સૌ કિશોરીઓને અભ્યાસના શરૂઆતના વર્ષોથી જ તેમની કારકિર્દીને મહત્વ આપી ઉત્તમ શિક્ષણ મેળવવા અપીલ કરી હતી. ઉપરાંત આરોગ્ય બાબતે કોઈ પણ બેદરકારી વિના ઉચિત ભોજન લઈ તંદુરસ્ત જીવન જીવવાનો સંદેશ પણ આપ્યો હતો. તથા  બાળ લગ્ન પ્રતિબંધક ધારો, જાતીય સતામણી, લગ્ન બાદ સાસરિયા પક્ષ તરફથી ત્રાસ, ભરણ પોષણ વગેરે બાબતોની કાયદાકીય સમજ કિશોરીઓને આપવામાં આવી હતી.

આ સિવાય જિલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી શ્રી હીનાબેન ચૌધરીએ બેટી બચાવો બેટી પઢાવો વિષય પર, આર.સી.એચ.ઓ. પઠાણ દ્વારા આરોગ્યને લગતી બાબતો પર સી.ડી.પી.ઓશ્રી યાશમીનબેન દ્વારા પોષણને સંબધિત બાબતે દીકરીઓ સાથે સંવાદ કર્યો હતો.

કિશોરી મેળામાં શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગ, જિલ્લા બાળ સુરક્ષા એકમ, સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, આરોગ્ય અને આઇ.સી.ડી.એસ શાખાના કુલ 9 સ્ટોલ ઉભા કરી વિવિધ વિષય ઉપર કિશોરીઓને સમજણ આપવામાં આવી હતી. ઉપરાંત પોલીસ વિભાગની ‘’SHE ટીમ’’ દ્વારા સ્વબચાવ અને આત્મ રક્ષાના ઉપાયોને પ્રેક્ટીકલી ડેમો દ્વારા સમજાવવામાં આવ્યા હતા. સાથે જ ચાઈલ્ડ પ્રોટેક્શન દ્વારા ગુડ ટચ અને બેડ ટચ અંગેની ફિલ્મ નિર્દેશન કરી સમજણ આપવામાં આવી હતી.

આ કિશોરી મેળામાં ખેડા તાલુકા કારોબારી ચેરમેન શ્રી ખોડાભાઇ વાઘેલા, ખેડા જિલ્લા મહામંત્રી શ્રી બાકુબેન દરબાર, જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી શ્રી ધર્મિષ્ઠાબેન મહિડા, જિલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી શ્રી હીનાબેન, આસિસટન્ટ મોનીટરીંગ ઓફિસર (કમિશ્નર મહિલા અને બાળ વિકાસની કચેરી, ગાંધીનગર (મહિલા કલ્યાણ)) ચાઈલ્ડ પ્રોટેક્શન ઓફિસર શ્રી, મહિલા પી.એસ.આઇ શ્રી કાતરીયા, સીડીપીઓ શ્રી યાશમીનીબેન જાદવ, પી.ઓ.આઇ. શ્રી અલ્કાબેન, પોલીસ સી ટીમ, આરોગ્ય, મહિલા અને બાળ વિકાસ વિભાગના કર્મચારીઓ, જિલ્લાની આંગણવાડી બહેનો, શિક્ષકો, કિશોરીઓ અને તેમના વાલીઓ હાજર રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM