મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાહોદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોરના ઉપસ્થિતિમાં  કૌશલ્ય દીક્ષાંત સમારોહ કાર્યક્રમ યોજાયો

દાહોદ :-શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામકશ્રી રોજગાર અને તાલીમ, ગાંધીનગર સંચાલિત મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાહોદ દ્વારા  મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા, દાહોદ ઝાલોદ રોડ, દાહોદ ખાતેથી તાલીમ મેળવી જુલાઈ ૨૦૨૩ માં ઉત્તીર્ણ થયલે તાલીમાર્થીઓના “કૌશલ્ય દીક્ષાંત સમારોહ” જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ  ડામોર ની ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયો

આ પ્રસંગે કરણસિંહ ડામોરે જણાવ્યું હતું કે , છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ આપણા જીલ્લાના ૧૫૦૦ જેટલા તાલીમાર્થીઓએ એપ્રેન્ટીસ યોજનાનો લાભ મેળવેલ છે. છેલ્લા ૫ વર્ષ દરમ્યાન કુલ..૩૨૦૦. ઉમેદવારોનું દાહોદ જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થામા ભરતી મેળાઓ યોજી કેમ્પસ પ્લેસમેન્ટ દ્વારા રોજગારી આપવામાં આવી છે. તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવે છે. દરમ્યાન શિષ્યવૃતિ આપવામાં આવે છે

વધુમાં તેમણે જણાવ્યું કે , મહિલાઓનુંસશકિતકરણ એ રાજય અને કેન્દ્ર સરકારનો ખાસ ધ્યેય છે. કહેવત છે કે શિક્ષા માટે સમય કાઢો, એજ શિક્ષા તમારો સમય બદલી દેશે. દાહોદ જિલ્લામાં ફકત એક મહિલા ઔધ્યોગિક તાલીમ સંસ્થા છે જે મહિલાને પગભર  થવામાં મદદરૂપ થાય છે.

આ પ્રંસગે ઔધોગિક તાલીમ સંસ્થા દાહોદ પ્રિન્સિપાલ શ્રી પી.જે. મસીહ એ શાબ્દિક પ્રવચન કર્યું હતું.

આ પ્રસંગે આઈ એમ સી ચેરમેન શ્રી મુકેશભાઈ નગરાલાવાલા ,ડેપ્યુટી જનરલ મેનેજર ગુનેબો ઈન્ડિયા પ્રા. લી. હાલોલ શ્રીમતી હીરલ પારેખ, સહિત મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાહોદના સ્ટાફ સહિત તાલીમાર્થી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM