જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારીની કચેરી તથા આઈ.સી.ડી.એસ. વિભાગના સંયુક્ત ઉપક્રમે  દસ્ક્રોઈ તાલુકામાં અભયમ હોલ ખાતે ‘સશક્ત દિકરી, સૂપોષિત ગુજરાત’ થીમ આધારિત કિશોરી મેળાનું આયોજન

દીકરા અને દિકરીના ભેદભાવ રહિત સમાજની સ્થાપના થાય તેવી લોકજાગૃતિ ફેલાવતો કિશોરી મેળો

જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારીની કચેરી તથા આઈ.સી.ડી.એસ. વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે દસ્ક્રોઈ તાલુકાના અભયમ હોલ ખાતે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ તથા પૂર્ણા યોજનાના સંયુક્ત ઉપક્રમે ‘સશક્ત દિકરી, સૂપોષિત ગુજરાત’ થીમ આધારિત કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારત સરકારની વર્ષ ૨૦૧૫થી ચાલતી ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત સમાજમાંથી લીંગભેદ દૂર થાય અને સમાજમાં દીકરીઓનું રક્ષણ થાય તથા દીકરીઓના શૈક્ષણિક સ્તરમાં વધારો થાય તે માટેના જુદા જુદા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવે છે, ત્યારે દીકરી જન્મને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા કિશોરી મેળાનું આયોજન કરવામાં આવે છે.

          આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે તારીખ ૧૧ થી ૧૩ ઓકટોબર ૨૦૨૩ સુધી વિવિધ જગ્યાએ કિશોરી મેળાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ કાર્યક્રમ માટે લોકજાગૃતિ કાર્યક્રમનું અને કિશોરીઓને તેમના હક જેવા કે જેવા કે “શિક્ષણ, સશક્તિકરણ, પોષણ, સ્વાસ્થ્ય અને દીકરી-દીકરાના ભેદભાવ રહિત સમાજની સ્થાપના કરીશું.” પ્રતિજ્ઞા ઉપર સિગ્નેચર કેમ્પેઇનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત આરોગ્ય વિભાગ, આઇ.સી.ડી.એસ. વિભાગ, મહિલા બાળ કલ્યાણ અધિકારીની કચેરી તથા બાળ સુરક્ષા એકમ,અમદાવાદ દ્વારા વિવિધ સ્ટોલ લગાવી કાર્યક્રમમાં હાજર લોકોને માહિતી પૂરી પાડવામાં આવી હતી.

          ઉપરોક્ત કાર્યક્રમમાં દસ્ક્રોઈના ધારાસભ્ય શ્રી  બાબુભાઇ જમનાદાસ પટેલ, પ્રમુખ શ્રી સુરેશભાઇ પટેલ, ઉપ પ્રમુખ શ્રી રોહિતજી ઠાકોર, નાયબ નિયામક ગાંધીનગર  શ્રી નેહાબેન કંથારીયા, મહિલા અને બાળ કલ્યાણ અધિકારી શ્રી શૈલેષભાઇ અંબારીયા, મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી દસ્ક્રોઈ-૧ના CDPO શ્રી દર્શનાબેન પટેલ, પૂર્ણા યોજનાના કન્સલ્ટન્ટ શ્રી રાજેન્દ્રભાઇ, તાલુકાના ત્રણેય ઘટકનો સ્ટાફ અને ૨૦૦ જેટલી કિશોરીઓ, ૫૦ જેટલી માતાઓ તેમજ MSW ના વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં.

આ કાર્યક્રમના હાર્દ સમાન પ્રથમ બાળક દિકરી હોય તેવી માતાઓનું સન્માન, માત્ર ૨ દિકરી હોય તેવી માતાઓનું સન્માન તેમજ શાળા પુન:પ્રવેશ મેળવેલ  કિશોરી, સ્વનિર્ભર કિશોરી તેમજ ITI કરેલ કિશોરીઓનું ઇનામ આપી સન્માન  કરવામા આવ્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM