સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ઇજનેરી વિભાગમાં ડેન્ટલ હેલ્થ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

ડેવિડ પટેલ મહેસાણા

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ ના નેતૃત્વમાં અને પ્રોવોસ્ટ શ્રી ડો.પ્રફુલકુમાર ઉદાણી સાહેબશ્રી તથા ડિરેક્ટર ટેક્નિકલ ડૉ. હેતલકુમાર શાહ ના માર્ગદર્શન હેઠળ સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ માં બી. ટેક. પ્રથમ વર્ષ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે ડેન્ટલ હેલ્થ અવેરનેસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં વક્તા તરીકે નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ ના પ્રોફેસર ડૉ. અજય કુબાવત સાહેબશ્રી ને આમંત્રણ આપવામાં આવ્યું.  આ કાર્યક્રમ માં તેમણે  વિદ્યાર્થીઓ ને દાંત ના અલગ અલગ ભાગ વિષે અને જીવનમાં દાંતના સ્વાસ્થ્ય નું ખુબજ મહત્વ છે તેના વિષે સમજાવવામાં આવ્યું.  આ કાર્યક્રમ માં 300 થી વધારે વિદ્યાર્થીઓએ  હાજરી આપી. સમગ્ર ઈજનેરી કોલેજના સ્ટાફ દ્વારા આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવ્યો.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM