સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ના એન્જિનિયરિંગ વિભાગ ના વિદ્યાર્થીઓ દૂધસાગર ડેરી મહેસાણા ની મુલાકાતે

ડેવિડ પટેલ મહેસાણા
સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ ના નેતૃત્વમાં અને પ્રોવોસ્ટ ડો. પ્રફુલકુમાર ઉદાની સાહેબશ્રી તથા ડિરેક્ટર ટેક્નિકલ ડૉ. હેતલકુમાર શાહ ના માર્ગદર્શન હેઠળ સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગના પ્રથમ સેમેસ્ટર માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને દૂધસાગર ડેરી, મહેસાણા ની મુલાકાતે લઈ જવામાં આવ્યા. આ ઇન્ડસ્ટ્રીયલ મુલાકાતમાં કુલ ૬૦ વિદ્યાર્થીઓ અને તેમની સાથે 3 અધ્યાપકો પણ જોડાયા હતા. દૂધસાગર ડેરી પ્રોડક્ટનું ઉત્પાદન કરતી કંપની છે. દૂધસાગર ડેરીના કર્મચારી દ્વારા અલગ અલગ વિભાગો વિશે માહિતી આપવામાં આવી. ભારત ડેરીની દરેક વસ્તુઓ કે પ્રોડક્ટ કેવી રીતે બને છે અને તેનું સંચાલન કરવાની પદ્ધતિ વિશે સચોટ જાણકારી આપવામાં આવી. આ ઇન્ડસ્ટ્રીયલ મુલાકાત થી વિદ્યાર્થીઓ નવું નવું જાણી શક્યા. આ ઇન્ડસ્ટ્રીયલ મુલાકાત એકંદરે સફળ રહી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *