
રિપોર્ટ,મયુર પટેલ
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવાબોર્ડ સુરત જીલ્લા દ્વારા આજ રોજ બારડોલી ખાતે સુરત જીલ્લાના તાલુકા તેમજ નગરપાલિકાના સંયોજક માટે આગામી સમયમા થનાર કાર્ય ને અનુલક્ષીને અતિ મહત્વની જીલ્લા બેઠકનુ આયોજન કરવામા આવેલ હતું. જે બેઠકમા ગુજરાત પ્રદેશ ભાજપાના ઉપાધ્યક્ષ તેમજ જિલ્લા પ્રભારી શ્રીમતિ ઉષાબેન પટેલ,સુરત જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ,યુવાબોર્ડના ઝોન સંયોજકશ્રી હર્ષિતભાઈ દેસાઈ,જિલ્લા મહામંત્રીશ્રી જીગરભાઈ નાયક, કિશનભાઈ પટેલ,જિલ્લા સંયોજક શ્રી રાજનભાઈ વરિયા ઉપસ્થિત રહી આગામી કાર્યક્ર્મ જેમા યુવા મંડળ બનાવવા, વસ્ત્રદાન અભિયાન, મન કી બાત કાર્યક્રમ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.