
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મૌઝા થી પીંગોડ ડેમ અને રમણપરા થી બલદવા ડેમ સુધીનો રસ્તા નું ખાત મુહુર્ત ધારાસભ્ય રિતેશ ભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યુ નેત્રંગ તાલુકાના મૌઝા (ઉબાડાબરા) થી પીંગોટ ડેમ સુધી રૂપિયા ૩.કરોડ ૧૫ લાખ ૭૭ હજાર ની લાગત થી એપ્રોચ રોડ નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું તેમજ રમણપરા થી બદલવા ડેમ સુધી નો રસ્તો રૂપિયા ૭૫ લાખ ની લાગત થી તૈયાર થનાર હોય જેનું ખાત મુહૂર્ત ઝઘડિયા વિધાનસભા ધારાસભ્ય રીતેષ વસાવા નાં હસ્તે કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં આનંદ ની લાગણી ફેલાઈ જવા પામી છે. ઉપસ્થિત ધારાસભ્ય નો સહુએ આભાર વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય છેકે ધારાસભ્ય દ્વારા અવારનવાર પોતાના મત વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદોની મદદ પણ કરતા હોઇ ધારાસભ્યની લોકચાહનામાં વધારો થયોછે…