ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ગ્રામજનો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ :

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા આગામી ૨ મહિના સુધી ”સ્વચ્છતા હી સેવા” અભિયાનને લંબાવી, સમગ્ર રાજ્યને સ્વચ્છ, નિર્મળ, અને સુઘડ બનાવવા માટેનું આગોતરુ આયોજન કરવામા આવ્યુ છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલ ડાંગ જેવા અંતરીયાળ જિલ્લામા પણ સફાઈ ઝુંબેશને વધુ અસરકારક બનાવવા જન ભાગીદારી થકી ઠેર ઠેર સફાઈ કાર્યક્રમોનુ આયોજન કરવામા આવી રહ્યુ છે.

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત જિલ્લાની અન્ય ગ્રામ પંચાયતોમા ઠેર ઠેર સ્વચ્છતા અભિયાનને જન પ્રતિસાદ સાપડી રહ્યો છે. લોકો સ્વેચ્છિક રીતે સ્વચ્છતા અભિયાનમા જોડાઇ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વચ્છ ભારત મિશનને સાકાર કરવા તરફ પ્રયાણ કરી રહ્યા છે.

ગત રોજ આહવા ગ્રામ પંચાયતમા ગ્રામજનો દ્વારા સ્વેચ્છિક સફાઇ અભિયાન હાથ ધરવામા આવ્યુ હતુ. આહવા ખાતે આવેલ ગાંધી ઉધ્યાન, તેમજ અન્ય જાહેર સ્થળોની ગ્રામજનો દ્વારા સફાઇ હાથ ધરવામા આવી હતી. સાથે જ ગ્રામજનો દ્વારા આ ”સ્વચ્છતા હી સેવા” અભિયાન થકી મારૂ ગામ સ્વચ્છ ગામની નેમ વ્યક્ત કરવામા આવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *