પાવલી લઈને હું તો પાવાગઢ ગઇતી… અર્બુદા રંગતાળીમાં ખેલૈયા ગરબે રમ્યા

અર્બુદા રંગતાળી નવરાત્રી મહોત્સવમાં ગુજરાત સરકારના મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર ઉપસ્થિત રહ્યાં

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં આદ્યશક્તિના આરાધનાના પર્વ નવરાત્રિના સાતમા દિવસે વિવિધ ટ્રેડિશનલ ડ્રેસ સાથે ખેલૈયાઓ ગરબાની મોજ માણી હતી. મોડાસાની ચૌધરી સમાજ દ્વારા આયોજિત અર્બુદા રંગતાળી નવરાત્રી મહોત્સવમાં ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી ભિખુસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહી ગરબા નિહાળ્યા હતા. નાના ભૂલકાં લઈ વડીલો પણ ગરબે રમી શકે અને યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચૌધરી સમાજના યુવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. મોડાસાની અર્બુદા રંગતાળી નવરાત્રિમાં કાલરાત્રી માતાની પૂજા પછી મા અંબાની આરતી કર્યા પછી ખેલૈયાઓ ગરબે ઘુમ્યા હતા. સંગીતના તાલે ખેલૈયાઓએ મોડી રાત સુધી ગરબે રમ્યા હતા. યુવાનો અને યુવતીઓ વિવિધ ટ્રેડિશનલ પરિધાન પહેરી ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. નવરાત્રી મહોત્સવના પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે નવરાત્રિ મહોત્સવનું સારું અને સફળ આયોજન થાય તે માટે સમાજના યુવાનો અને વડીલો ખુબ જહેમત ઉઠાવી રહ્યા છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *