“ગાબાણી કોલેજમાં નવરાત્રી નિમિતે ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું”


શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમસભા સંચાલિત શ્રી જે.ડી.ગાબાણી કોમર્સ કોલેજ એન્ડ શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી કોલેજ ઑફ મેનેજમેન્ટ, વરાછા દ્વારા આજની યુવાપેઢી ભારત રાષ્ટ્રની સાંસ્કૃતિક પરંપરા સાથે સંકળાયેલી રહે એ ઉદ્દેશથી કોલેજની ગીત – સંગીત નાટ્યધારા અંતર્ગત તારીખ 21/10/2023ના રોજ નવરાત્રી તેમજ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત માં અંબા ની આરતીથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી, કોલેજના પ્રોફેસરો , કોલેજના બિન – શૈક્ષણિક સ્ટાફના સભ્યો વિધાર્થીઓ સાથે ગરબાના તાલે ઝૂમ્યા હતાં. કોલેજના કેમ્પસ માં ભકિતમય વાતાવરણનું સર્જન થયું હતું.આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વાઘાણી તુલસી (એફ.વાય. બી.બી.એ.), દ્વિતીય ક્રમે ભાલાળા તુષાર (ટી.વાય.બી.કોમ.) અને તૃતીય ક્રમે ગોધાણી ભૂમિ(ટી.વાય. બી.બી.એ.) વિજેતા જાહેર થયાં હતાં. ગરબા સ્પર્ધાના નિર્ણાયક તરીકે પ્રો.અસ્મિતાબહેન હીરપરા તથા પ્રો.હીનાબહેન ગજેરાએ સેવા આપી હતી. સમગ્ર સ્ટાફના સહિયારા પ્રયાસથી આ સ્પર્ધા સફળ બનાવવામાં આવી.કોલેજના ઈ.પ્રિ. ડૉ. ગોવિંદભાઈ ધિનૈયા તેમજ સમગ્ર કોલેજ પરિવાર ભાગ લેનાર સૌ વિધાર્થીઓ અને વિજેતાઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *