તાપી એજ્યુકેશન અકેડમી સંચાલિત પી.પી.સવાણી વિદ્યામંદિર ખાતે નવરાત્રી મહોત્સવની પારંપરિક, સાંસ્કૃતિક અને ભવ્ય ઉજવણી કરાઈ..

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,

તાપી એજ્યુકેશન અકેડમી દ્વારા સંચાલિત પી.પી.સવાણી વિદ્યામંદિર, કાટગઢ, વ્યારા ખાતે તારીખ 21/10/2023 શનિવારના રોજ નવરાત્રી મહોત્સવ -2023 ની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં નવરંગ,નવગ્રહ નવદુર્ગાનું મહત્વ સમજાય તે પ્રમાણે ડેકોરેશન કરવામાં આવ્યું હતું.

નવ વિદ્યાર્થિનીઓને માં નવદુર્ગાના વિવિઘ રૂપમાં આબેહૂબ તૈયાર કરી. માતાજીના રૂપમાં તેમની પૂજા ,અર્ચના તથા મહા આરતી કરવામાં આવી હતી.
ગરબા ની શરૂઆત ધોરણ-8 ની વિદ્યાર્થીનીઓ દ્વારા માતાજીની ગરબી માથે લઈ ગરબે ઘૂમીને કરવામાં આવી.
શાળાના ધોરણ-7 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી ઓમ ઢોડિયા અને આર્ય ઢોડિયાએ તલવારબાજી દ્વારા પોતાની કલા અને કૌવત દર્શાવ્યું હતી. ગરબાના તાલે અને સંગીતના સથવારે સમગ્ર શાળા પરિવારે ધામધૂમ થી ગરબા રમી માં દુર્ગાની પૂજા આરાધના કરી હતી.

નવરાત્રી મહોત્સવ માં ધોરણ 5 થી 12 માં “ગરબા કોમ્પિટિશન”નું અયોજન કરવામા આવ્યુ હતું.જેમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને રિલાયન્સ ટ્રેન્ડ દ્વારા ઈનામ તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરત રાણા સર અને જજ (નિર્ણાયક) તરીકે ભૂમિકા શાહ અને ચેતન તિવારી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના ગુજરાતી માધ્યમના આચાર્ય અલ્પેશ ગજેરા અંગ્રેજી માધ્યમના આચાર્ય અંકિત પંચોલીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. તેમજ સમગ્ર કાર્યક્રમનું આયોજન, વ્યવસ્થા અને સંકલન સહ અભ્યાસ પ્રવૃત્તિના કો ઓર્ડીનેટર તથા સુપરવાઈઝર પૂનમ ભાવસાર દ્વારા કરવામાં આવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *