અંકલેશ્વર ના ગડખોલ ગામ સ્થિત સિંધવાઇ મંદિર ખાતે પરંપરાગત મેળો યોજાયો

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર ના ગડખોલ ગામ સ્થિત સિંધવાઇ મંદિર ખાતે પરંપરાગત મેળો યોજાયો હતો. ભરૂચ જિલ્લામાં એક માત્ર અંકલેશ્વર ખાતે નવરાત્રી ની આથમ ના મેળાનું આયોજન કરાઈ છે. 52 ગામ ના વિવિધ જ્ઞાતિ ની કુળદેવી સિદ્ધેશ્વરી માતાજી ના દર્શનાર્થે ભક્તો ઉમટી પડ્યા હતા.સાંજે 5 કલાકે હવન માં નારિયેળ હોમાયું હતું. 2 વર્ષ બાદ વહેલી પરોઢ થી ભક્તો ની ભીડ જામી હતી. હજારો ભક્તો એ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ભરૂચ જિલ્લામાં નવરાત્રી પર્વ ના રોજ એક માત્ર અંકલેશ્વર ખાતે ભાતીગળ મેળો યોજાય છે. અંકલેશ્વર ના પ્રાચીન યાત્રાધામ પૈકી એક સિદ્ધેશ્વરી માતાજી મંદિર ખાતે. નવરાત્રી આઠમ ના રોજ ભાતીગળ મેળો યોજવામાં આવ્યો હતો. જ્યાં સાંજે હવન માં નારિયેળ ની આહુતિ આપવામાં આવી હતી. અતિ પૌરાણિક સિદ્ધેશ્વરી માતાજી મંદિર અહીં ના 52 ગામ ના વિવિધ જ્ઞાતિના સમાજ ની કુળદેવી છે. ટેકરા પર બિરાજમાન માં સિદ્ધેશ્વરી ના ગોખ માંથી એક સમયે ખરેખર વહેતી નર્મદા નદી જોવા મળતી હતી. પ્રાચીન કાળમાં ઋષિ મુનિ કપિલ અને યજ્ઞ ના પુત્ર ઓ દ્વારા તપ કરી માતાજી ને રીઝવ્યા હતા. અને માતાજી અહીં સ્વયંભૂ પ્રગટ થઈ બિરાજમાન છે.

આદિ -અનાદિ કાળ થી અહીં નવરાત્રી માં ગરબા અને આઠમ ના મેળા નું આયોજન કરવામાં આવે છે. જે આગવી ઓળખ છે. માતાજી અહીં લોક કલ્યાણ અર્થે બિરાજમાન થયા છે. મંદિર અંદાજે 700 વર્ષ કરતા પણ જૂના હોવાનું જાણવા મળી રહ્યું છે. સિદ્ધેશ્વરી મંદિર બાજુ માં 37 વર્ષ પૂર્વે યાત્રાધામ અંબાજી થી માતાજી ની અખંડ જ્યોત લાવી અહીં શક્તિ ધામ મંદિર નું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં માતાજી નવ સ્વરૂપ બિરાજમાન છે. તો અનેક દેવી દેવતાઓ અને નવ ગ્રહ સહીત સંતો મહંતો પણ મંદિર બિરાજમાન છે. મંદિર ભવ્યતા સાથે એકજ સ્થળે માતાજી ના નવ સ્વરૂપ ના દર્શન કરી ભક્તો અહીં ધન્યતા અનુભવે છે. યાત્રાધામ સિદ્ધેશ્વરી મંદિર ને લઇ અહીં પ્રતિ વર્ષ નવરાત્રી દરમિયાન હજારો લોકો ઉમટી પડે છે. તો રાત્રી ના મંદિર ખાતે પરંપરાગત શેરી ગરબા માં ગ્રામજનો ઉપરાંત ભક્તો ગરબે ઘૂમી માતાજી અનોખી આરાધના થી ધન્યતા અનુભવી રહ્યા છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *