કેસરિયા ગરબાની મેગા ફાઇનલમાં ઇનામોની વણઝાર: ૧૧ કેટેગરીમાં ૩૮ ખેલૈયાઓને આકર્ષક ઇનામો એનાયત કરાયા

મેગા ફાઇનલમાં કેસરિયા શ્રેષ્ઠ પ્રદર્શન રાજકુમાર તરીકે કૃણાલ મકવાણાને તેમજ શ્રેષ્ઠ પ્રદર્શન રાજકુમારી તરીકે પંક્તિ પટેલને વિજેતા જાહેર કરાયા

ગાંધીનગરવાસીઓનો કેસરિયા ગરબા મહોત્સવની પ્રથમ આવૃત્તિને અભૂતપૂર્વ જન પ્રતિસાદ: દસ દિવસમાં કુલ ૩,૨૫,૦૦૦ થી વધુ નાગરિકો કેસરિયા ગરબાના આંગણે પધાર્યા

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની કેસરિયા ગરબા મહોત્સવમાં પ્રેરક ઉપસ્થિતિથી ગરબા આયોજનની શોભામાં અભિવૃદ્ધિ થઈ.

આકર્ષણનું કેન્દ્ર બનેલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના કટઆઉટ સાથે ૫૦,૦૦૦ થી વધુ નાગરિકોએ ફોટો ખેંચાવ્યા.

QR કોડ સ્કેન કરી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી ફેસ રેકગનીઝન દ્વારા ખેલૈયાઓએ વિનામૂલ્યે ૪,૫૦,૦૦૦થી વધુ ડાઉનલોડ સાથે ફોટોઝ આંગળીના ટેરવે વિનામૂલ્યે HD ક્વોલિટી સાથે મોબાઈલમાં મેળવ્યા.

૩૬૦ ડિગ્રી રોટેશન સાથેના વિડિયો સ્ટેશન પર ૩૫,૦૦૦ થી વધુ નાગરિકોએ નાગરિકોએ નીતનવા પોઝ આપી વિડિયો લીધા.

ગાંધીનગરમાં દિવ્યાંગ, અંધ, મૂકબધિર, માનસિક નબળા, એચઆઇવી ગ્રસ્ત બાળકો માટે કાર્યરત વિવિધ સંસ્થાઓ તેમજ વૃદ્ધાશ્રમના વૃદ્ધોને કેસરિયા ગરબાના આંગણે વિશેષ આમંત્રિત કરાયા

કેસરિયા ગરબા મહોત્સવના આયોજનમાં વિવિધ વ્યવસ્થાપન કમિટીમાં નિસ્વાર્થ અને સમર્પિત ભાવ સાથે યોગદાન આપનાર તમામ સ્વયંસેવકોનો સહદય આભાર વ્યક્ત કરતા શ્રી કેતન પટેલ

આગામી વર્ષે સહાય ફાઉન્ડેશન નવી થીમ સાથે ફરી એક વખત સુદ્રઢ આયોજન સાથે ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરશે

સહાય ફાઉન્ડેશન આયોજિત કેસરિયા ગરબા નવરાત્રી મહોત્સવને પ્રથમ નોરતે થી જ બહોળો જનપ્રતિસાદ આપવા બદલ પાટનગરવાસીઓનો આભાર વ્યક્ત કરતા ધારાસભ્ય રીટાબેન પટેલ

ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા પ્રેરિત સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘કેસરિયા ગરબા-નવરાત ૨૦૨૩‘ની મેગા ફાઈનલ તા.૨૫ ઑક્ટોબરે દશેરાના દિવસે યોજાઇ હતી જેમાં અગાઉના ૯ દિવસમાં વિવિધ કેટેગરીમાં વિજેતા અને રનર્સ અપ બનેલા ૩૪૦ થી વધુ ખેલૈયાઓએ અદભૂત વસ્ત્રો સાથે સુંદર ગરબાની કલાનું પ્રદર્શન કર્યું હતું જેમાંથી અનુભવી નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ બાલ, બાલિકા(વય: ૭ વર્ષ સુધી); શ્રેષ્ઠ ગોપાલ, ગોપી (વય ૭ થી ૧૨ વર્ષ); શ્રેષ્ઠ કિશોર, કિશોરી (વય ૧૩ થી ૧૭ વર્ષ); શ્રેષ્ઠ રાજકુમાર, રાજકુમારી (વય ૧૮ થી ૩૫ વર્ષ); શ્રેષ્ઠ રાજા, રાણી (વય ૩૫ વર્ષથી વધુ) ; શ્રેષ્ઠ પ્યારી જોડી (વય ૧૮ થી ૩૫ વર્ષ)ની શ્રેણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન અને વસ્ત્ર સહિતની ૧૧ કેટેગરીમાં ૩૮ ખેલૈયાઓને વિજેતા અને રનર્સ અપ તરીકે કેટેગરી મુજબ ૪ ટીવીએસ ઍક્સેસ સ્કુટર તેમજ લેપટોપ, એસી, ગોવા ટુર પેકેજ, વોશિંગ મશીન, મોબાઈલ, સાયકલ, સ્માર્ટ વોચ, ડ્રેસિંગ ટેબલ, ડાયમંડની બુટ્ટી સહિતના ઇનામો ઉપરાંત શ્રી રામ મંદિર મોમેન્ટો, રોકડ ઈનામ તેમજ વિવિધ ગિફ્ટ વાઉચર એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતાં.

મેગા ફાઇનલમાં કેસરિયા શ્રેષ્ઠ પ્રદર્શન રાજકુમાર તરીકે કૃણાલ મકવાણાને તેમજ શ્રેષ્ઠ પ્રદર્શન રાજકુમારી તરીકે પંક્તિ પટેલને વિજેતા જાહેર કરાયા હતા જેઓને મુખ્ય ઈનામમાં ટીવીએસ ઍક્સેસ સ્કુટર અપાયું હતું ઉપરાંત ડાયમંડ ઇયર રીંગની સાથે શ્રી રામ મંદિર મોમેન્ટો, રોકડ ઈનામ તેમજ વિવિધ ગિફ્ટ વાઉચર આપી પ્રોત્સાહિત કરાયા હતાં.

સહાય ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી કેતન પટેલે જણાવ્યું છે કે, કેસરિયા ગરબા મહોત્સવની અયોધ્યા શ્રી રામ મંદિરની ૧૦૧ ફૂટ ઊંચી પ્રતિકૃતિની થીમ સાથેની પ્રથમ આવૃત્તિને ગાંધીનગરવાસીઓએ અભૂતપૂર્વ જન પ્રતિસાદ આપ્યો છે. દસ દિવસમાં કુલ ૩,૨૫,૦૦૦ થી વધુ નાગરિકો કેસરિયા ગરબાના આંગણે પધાર્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સામાજિક તેમજ ધાર્મિક અગ્રણીશ્રીઓની કેસરિયા ગરબા મહોત્સવમાં પ્રેરક ઉપસ્થિતિથી ગરબા આયોજનની શોભામાં અભિવૃદ્ધિ થઈ છે. નવરાત્રિ દરમિયાન કેસરિયા ગરબાના આંગણે ગાંધીનગરમાં દિવ્યાંગ, અંધ, મૂકબધિર, માનસિક નબળા, એચઆઇવી ગ્રસ્ત બાળકોની વિવિધ સંસ્થાઓ તેમજ વૃદ્ધાશ્રમના વૃદ્ધોને પણ વિશેષ આમંત્રિત કરાયા હતાં જેઓના ચહેરા પર ઉત્સાહ સ્પષ્ટપણે જોઈ શકાતો હતો.

કેસરિયા ગરબામાં આકર્ષણનું કેન્દ્ર બનેલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના કટઆઉટ સાથે ૫૦,૦૦૦ થી વધુ નાગરિકોએ ફોટો ખેંચાવ્યા છે.
QR કોડ સ્કેન કરી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી ફેસ રેકગનીઝન દ્વારા ખેલૈયાઓએ વિનામૂલ્યે ૪,૫૦,૦૦૦થી વધુ ડાઉનલોડ સાથે ફોટોઝ આંગળીના ટેરવે વિનામૂલ્યે HD ક્વોલિટી સાથે મોબાઈલમાં મેળવ્યા છે જે સંખ્યા આગામી દિવસોમાં હજી વધશે. ૩૬૦ ડિગ્રી રોટેશન સાથેના વિડિયો સ્ટેશન પર ૩૫,૦૦૦ થી વધુ નાગરિકોએ નાગરિકોએ નીતનવા પોઝ આપી વિડિયો લીધા છે.

શ્રી કેતન પટેલે કેસરિયા ગરબા મહોત્સવના આયોજનમાં વિવિધ વ્યવસ્થાપન કમિટીમાં નિસ્વાર્થ અને સમર્પિત ભાવ સાથે યોગદાન આપનાર તમામ સ્વયંસેવકોનો સહદય આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત દસ દિવસ દરમિયાન ખેલૈયાઓને સુંદર ગરબે ઝુમાવવા બદલ સૌ કલાકારોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ આગામી વર્ષે સહાય ફાઉન્ડેશન નવી થીમ સાથે ફરી એક વખત સુદ્રઢ આયોજન સાથે ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરશે તેમ જણાવ્યું હતું. ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલે સહાય ફાઉન્ડેશન આયોજિત કેસરિયા ગરબા નવરાત્રી મહોત્સવને પ્રથમ નોરતે થી જ બહોળો જનપ્રતિસાદ આપવા બદલ પાટનગરવાસીઓનો આભાર વ્યક્ત કર્યો છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM