કલેક્ટરશ્રી એન. એન દવે ની અધ્યક્ષતામાં ” જિલ્લા સ્વાગત કાર્યક્રમ” યોજાયો

ઇકબાલ મેમણ હિંમતનગર

સાબરકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી એન. એન દવે ની અધ્યક્ષતામાં "જિલ્લા સ્વાગત કાર્યક્રમ" કલેક્ટર કચેરી સભાખંડ ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ૧૧ અરજીઓનું સુખદ સમાધાન કરવામાં આવ્યું. લોકશાહીને ધબકતી રાખી પ્રજાના કલ્યાણ માટે છેલ્લા ૨૦ વર્ષથી નિરંતર ચાલી આવતો ગુજરાત સરકારનો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ લોકો માટે આધારસ્તંભ બની ગયો છે.
આ કાર્યક્રમમાં કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, આજના આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોને યોગ્ય માર્ગદર્શન આપી તેમના પ્રશ્નોના ઝડપી નિકાલ આવે તે અંગે સંબંધિત અધિકારીશ્રીઓને અનુરોધ કર્યો હતો. વધુમાં કલેકટરશ્રીએ વહીવટી તંત્રના તમામ અમલીકરણ અધિકારીઓને લોકોના પ્રશ્નોને શાંતિથી સાંભળી યોગ્ય ઉકેલ લાવવાની દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં જમીન દબાણ, ખેતી લાયક જમીનમાં પ્રવેશવાના રસ્તાની રજૂઆત, જમીન સર્વે,પ્લોટ ફાળવણી વગેરે જેવા લોક પ્રશ્નોનુ હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, નગરપાલિકા ચીફ ઓફીસરશ્રી અલ્પેશ પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, પોલીસ વિભાગના પ્રતિનિધીશ્રી,અમલીકરણ અધિકારીશ્રીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.


KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM