વડોદરા દ્વારા મોચી સમાજમાં પરમ પૂજ્ય સંત શ્રી લાલાબાપા અને અનાદી મહામુક્ત શ્રી જાગા સ્વામી જન્મજયંતી નિમિત્તે સમૂહ ગરબા હરીફાઈ નું આયોજન

શરદપૂર્ણિમાના દિવસે મોચી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ, વડોદરા દ્વારા મોચી સમાજમાં પરમ પૂજ્ય સંત શ્રી લાલાબાપા અને અનાદી મહામુક્ત શ્રી જાગા સ્વામી જન્મજયંતી નિમિત્તે સમૂહ ગરબા હરીફાઈ નું આયોજન અકોટા સ્ટેડિયમ વડોદરામાં કરવામાં આવેલ હતું. જેમાં વડોદરા જિલ્લામાં વસતા મોચી સમાજના નિરાધાર અને જે વિદ્યાર્થીઓના પિતા હયાત નથી તેવા, ધોરણ:-1 થી કોલેજ સુધીના અભ્યાસ કરતા 51 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ 80% ની ઉપર ગુણ મેળવેલ છે તેમને ઇનામ આપવામાં આવ્યા હતા અને સમૂહ ગરબા હરીફાઈ કરવામાં આવેલ હતી જેમાં, મહિલા વિજેતાઓ ને 25 નંગ ચણીયાચોલી અને પુરુષ વિજેતાઓને 25 નંગ પેન્ટ-શર્ટ કાપડની જોડી આપવામાં આવી હતી. આ પ્રોગ્રામ માં મુખ્ય અતિથિ તરીકે વડોદરા શહેરના મેયર શ્રીમતી પિન્કીબેન સોની, “મીસીસ ઇન્ડિયા-ગુજરાત ક્વીન” શ્રીમતી જ્યોતિ પરમાર, અમદાવાદથી પધારેલ “મોડેલ-એકટર- ગુજરાત પ્રિન્સેસ” કુ.વૃંદા ઝાલા અને વડોદરા શહેરના દરેક મહિલા કોર્પોરેટરે અને હરેશભાઈ જીનગર હાજરી આપી હતી અને સાથે ગરબા પણ રમ્યા હતા.

મુખ્ય અતિથિ વડોદરા શહેરના મેયર શ્રીમતી પિન્કીબેન સોની, પધારેલા મહેમાનો અને આપણા સમાજના કોર્પોરેટર શ્રીમતી પ્રફુલ્લાબેન જેઠવા અને શ્રી હરેશભાઈ જીનગર, નું સંસ્થાના ટ્રસ્ટી શ્રી અને મુખ્ય હોદ્દેદારો એ શાલ ઓઢાડી ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *