આણંદ અંતિથી ગૃહ ખાતે સાંસદ શ્રી મિતેષભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને દિશા સમિતિની બેઠક યોજાઇ

બેઠકમાં , જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપાના,  ધારાસભ્ય શ્રી હાજર રહ્યા

તાલુકામાં થઈ રહેલા વિકાસના કાર્યોની સમીક્ષા કરી જરૂરી સૂચનો સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ

આણંદ જિલ્લા ખાતે સાંસદ શ્રી મિતેષભાઈ પટેલના અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનિટરિંગ કમિટી – દિશાની બેઠક યોજાઇ હતી.

સામાન્ય રીતે દિશા કમિટીની બેઠક જિલ્લા કક્ષાએ યોજાતી હોય છે. પરંતુ આ વખતે સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ એ તાલુકાવાઈઝ દિશા કમિટીની બેઠક યોજવાનું નક્કી કર્યું હતું, જેથી કરીને તાલુકાના વિકાસના કાર્યો અને લોકપ્રશ્નો મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી શકાય.

દિશા કમિટીની આ બેઠકમાં કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ મહત્તમ લાભાર્થીઓને મળી રહે તે દિશામાં પ્રયાસ અંગે ચર્ચા કરાઇ હતી. વધુમાં તાલુકામાં માળખાકીય સુવિધાઓ અને વિકાસનાં કામોની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. વધુમાં તમામ યોજનાઓનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું.

હાજર અધિકારીશ્રીઓએ તેઓના હસ્તક ચાલતી યોજનાઓના થઈ રહેલા અમલીકરણ બાબતે માહિતી આપી હતી.

આ ઉપરાંત બેઠકમાં વિવિધ વિભાગોના લક્ષ્યાંક, સિદ્ધિ, રજૂઆતો અને અમલીકરણ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સાંસદ શ્રી મિતેષભાઈ પટેલએ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે સંદર્ભે સબંધિત અધિકારીને જરૂરી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી  ધારાસભ્ય શ્રી, ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી, મામલતદારશ્રી, પ્રાંત અધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, પંચાયતના સદસ્યો, તાલુકાના આગેવાનો તથા વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *