માર્ગ અને મકાન વિભાગમાં ફરજ બજાવતાં કર્મચારીઓ કામના કલાકો નક્કી ન હોવાથી ઇજનેરો પરિવારને સમય જ આપી શકતા નથી એસોસીયેશન વતી રજૂઆત

રિપોર્ટ, મયુર પટેલ

                                                                                                                                                    
માર્ગ અને મકાન વિભાગમાં ફરજ બજાવતાં કર્મચારીઓને ફરજ દરમિયાન પડી રહેલી મુશ્કેલીઓના સંદર્ભે ગુજરાતના 600થી વધુ વર્ગ-2અને3ના કર્મચારીઓએ સચિવાલય માં  માર્ગ અને મકાન વિભાગના સચીવને તેમને પડતી મુશ્કેલીઓ બાબતે આવેદન આપીને સત્વરે તેનું નિરાકરણ લાવવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓની માથે સમયમર્યાદામાં ગુણવત્તાયુક્ત કામની પૂર્તી કરવાની જવાબદારી હોય છે, ત્યારે તંત્ર દ્વારા અન્ય કામો સોંપીને વધારાના કામ લેવામાં આવતાં હોવાથી તેમના મૂળ કામ પર અસર થતી જોવાં મળે છે. જેથી કરીને એન્જિનિયર એસોસીયેશન વતી બહોળી સંખ્યામાં હાજર રહીને સચીવને રજૂઆત કરાઇ હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *