સુરત ના મહુવા તાલુકા માં બુથ સશક્તિકરણ અભિયાન

રિપોર્ટ,મયુર પટેલ

“સંગઠન ના સફળ સંચાલન માટે પાંચ ટી (T) ના સિદ્ધાંતોનું અનુસરણ જરૂરી હોય છે, ટીમ વર્ક, ટ્રાન્સપરન્સી, ટ્રાન્સફોર્મેશન, ટેકનોલોજી અને ટાઈમિંગ જે મુજબ ભેગા મળી કાર્ય કરવું,પારદર્શક વહીવટ આપવો, કાર્ય પ્રણાલીમાં સમયાંતરે બદલાવ લાવવો, ટેકનોલોજી નો ભરપૂર ઉપયોગ કરવો, સમયના શિસ્ત પાલન સાથે કાર્ય યોજનાને પૂર્ણ કરવી.બુથ સશક્તિકરણ યોજના “મારું બુથ સૌથી મજબૂત” મૂળભૂત રીતે આજના આધુનિક ડિજિટલ યુગમાં સરલ-એપ દ્વારા હોદ્દેદારોનું સત્યાપન અને કેન્દ્રીય કે પ્રાદેશિક સ્તરે બનેલી તમામ કાર્ય યોજનાઓનું બુથ સ્તરે માઈક્રો લેવલ નું વિનિમય થાય તે હેતુને સિધ્ધ કરવાનું છે.પેજ પ્રમુખ,પેજ સમિતિ ના નિર્માણ થી બુથ માં માઇક્રો મેનેજમેન્ટ ની કાર્યપ્રણાલી ને અમલમાં લાવનાર ગુજરાત પ્રદેશ ભાજપા અઘ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ દ્વારા આગામી લોકસભા ચૂંટણી 2024 માં ગુજરાતની તમામ લોકસભા સીટો પાંચ લાખથી વધુ મતોની સરસાઈ થી જીતવા માટેના લક્ષ્ય ને કાર્યકર્તાઓની સામે મૂકવામાં આવ્યું છે.આ લક્ષ્યને પરિપૂર્ણ કરવા માટેસુરત જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી ભરતભાઈ રાઠોડ, મહામંત્રી શ્રી જીગરભાઈ નાયક ના માર્ગદર્શન થી, વિધાનસભાના પ્રભારી શ્રીભાવેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડીયા મહુવા તાલુકા ભાજપા સંગઠન પ્રભારી બચુભાઈ રાઠોડ, તાલુકા સંગઠન ના કર્મઠ પ્રમુખ હિતેશભાઇ નાયક ના નેતૃત્વમાં આ અભિયાન ના સંયોજક તુષાર પટેલ, સહ સંયોજક હેમંત ચૌધરી,મહામંત્રી જગદીશ પટેલ, આઈ.ટી.સેલના બાદલ વાઘેલા ,તાલુકા સંગઠન ની સમગ્ર ટીમ, શક્તિકેન્દ્રો ના કન્વીનરો,પ્રભારીઓ ,સંયોજકો, આઈ ટી અને સોશિયલ મીડિયા ના યુવા કાર્યકર્તા ઓ, તા.પં- જિ.પં ના ચૂંટાયેલ પ્રતિનિધિ ઓની મહેનત ને લઈ ને બુથ સશક્તિકરણ નું કાર્ય સમયની સુસંગતતા સાથે ટેકનોલોજીના સથવારે સુપેરે સંપન્ન કરી આવનાર લોકસભા ચૂંટણી ની તૈયારી આરંભી દેવામાં આવી છે.જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી ભરતભાઈ રાઠોડ, ઝોન મહામંત્રી જીગરભાઈ નાયક દ્વારા કાર્યકર્તાઓની આ સરાહનીય કામગીરી બદલ શુભેચ્છા પાઠવવી પ્રોત્સાહિત કરાયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *