માનનીય મુખ્યમંત્રીશ્રી રાહત ફંડ માંથી  રૂl.૨૦,૬૫,૦૦૦/- ની સહાયમંજુર થતા માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો આભાર માનતા ધારાસભ્ય ડો.દર્શિતા શાહ.

          ગુજરાત સરકાર દ્વારા કીડની, હ્દય, કેન્સર, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ, લીવરના રોગ, થેલેસેમિયા મેજર, હ્દય ટ્રાન્સપ્લાન્ટ, જેવા ગંભીર રોગો ની સારવાર ઓપરેશન ખર્ચ ને પહોચી વળવા માનનીય મુખ્યમંત્રી  રાહતફંડ  માંથી સહાય  આપવામાં  આવે છે. રાજકોટ વિધાનસભા-૬૯ ના ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહ દ્રારા સરકારશ્રી દ્રારા જુદા-જુદા ગંભીર રોગો ની સારવાર/ઓપરેશન માટે માનનીય મુખ્યમંત્રી રાહતફંડ માંથી રૂl.૨૦,૬૫,૦૦૦/- મંજુર કરાવેલ છે ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહ ને વિધાનસભા-૬૯ ના જુદા-જુદા વિસ્તાર માંથી  થયેલ રજુઆત અને નિયમ અનુસાર  મળવા  પાત્ર સહાય ના  દર્દીઓ ની રજુઆત અન્વયે તેઓ શ્રી  દ્રારા માન. મુખ્યમંત્રી રાહત ફંડ માં સંબધિત દર્દી માટે સરકાર શ્રી માં લેખિત રજૂઆત કરી જુદા-જુદા દર્દીઓની આરોગ્ય સહાય કુલ રૂl. ૨૦,૬૫,૦૦૦/- મંજુર કરાવેલ છે તેમજ ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહ દ્રારા માનનીય  મુખ્યમંત્રી શ્રીભુપેન્દ્રભાઈ  પટેલ નો પણ જરૂરિયાતમંદ  દર્દીઓ ને  સહાય આપવા બદલ આભાર વ્યક્ત કરેલ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *