રિપોર્ટ,મયુર પટેલ


આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકારની રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા શ્રી બી એલ પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવા નો છ દિવસીય કેમ્પ વિનય મંદિર દાંડી ખાતે સંપન્ન થયો તે અંતર્ગત શાળાના એન.એસ.એસ ના સ્વયંસેવકો અને શિક્ષકો દ્વારા સફાઈ અભિયાન, સ્વચ્છતા જાગૃતિ લોક ઉપયોગી યોજનાઓ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી.31/10/2021 થી 5/11/23 દરમિયાન દાંડી ખાતે જાહેર સ્થળો જાહેર સ્થળો, જાહેર રસ્તાઓ તેમજ ઐતિહાસિક ઐતિહાસિક સ્થળોની સફાઈ અભિયાન પ્રખર ગાંધીવાદી ડૉ.કાળુભાઈ ડાંગરના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું. સંસ્થાના મંત્રીશ્રી પ્રા. ડૉ. જશુભાઈ નાયક દ્વારા શિબિરાર્થીઓને આદર્શ નાગરિકના પાઠો ભણાવવામાં આવ્યા. હાલ એમના અંદમાન નિકોબારના મુલાકાતના સંસ્મરણો વાગોળવામાં આવ્યા. N.S.S કેમ્પના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત ઠાકોરકાકા દ્વારા વ્યસનમુક્તિ અંગે સંકલ્પ લેવાનો આહવાન કરવામાં આવ્યું. સમાજને પણ વ્યસનમુક્ત બને તે માટે શાળાના આચાર્ય શ્રી સંજયસિંહ. ડી .પરમારે અમૃત મહોત્સવ અંતર્ગત ઐતિહાસિક સ્થળ દાંડીની આઝાદી સાથે સુભગ સમન્વય lનું મહત્વ સમજાવ્યું. બાર વર્ષ પહેલા કરેલા કર્માજલિની યોગની રૂપરેખા આપી. શાળાના 30 જેટલા શિક્ષકો આ N.S.S કેમ્પમાં ભાગીદાર બન્યા હતા. દરરોજ જુદા જુદા વક્તાઓના વક્તવ્ય નું આયોજન કરવામાં આવ્યું. દાંડી ખાતે થયેલ કેમ્પમાં શાળાના ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રી યોગેશ ભાઈ એમ.ગોરને તેમજ ગામના સરપંચ શ્રીમતી નિકિતાબેનનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો. દાંડી ગામના અગ્રણી પ્રવીણભાઈએ છ દિવસ સુધી શિબિરાર્થીઓની lમુશ્કેલી દૂર કરવા માટે પગે ઉભા રહ્યા તેમજ શાળાના વહીવટી ક્લાર્ક કેતનભાઇ પટેલ જેમણે દાંડી ખાતે હૉલ તેમજ જમવા માટેની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી આમ સૌના સાથ સહકાર વડે એન.એસ. એસ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો. એન. એસ .એસ શિબિર દરમિયાન દાંડી સ્મારક ઐતિહાસિક સ્થળો તેમજ સ્વાતંત્ર્ય સેનાનીઓ G 20 અંગે વસુધૈવ કુટુંબ અંગે પ્રવાસીઓને જાગૃત કરવામાં આવ્યા. N.S.S ના સમાપન સમારોહમાં રાજેન્દ્રભાઈ સોની અને સંસ્થાના કારોબારી સભ્ય ભુપતભાઈ હાજર રહ્યા. રાજેન્દ્રભાઈ સોનીએ એન.એસ. એસ શિબિરમાં શીખેલા સ્વચ્છતાના પાઠોને પોતાના જીવનમાં કઈ રીતે વિકસાવવા તે અંગે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પ્રોગ્રામ ઓફિસર પંકજભાઈ પટેલ અને અનિતાબેન દ્વારા છ દિવસ સુધી થયેલ સુંદર પ્રવૃત્તિની દાંડી ગામના આગેવાનો દ્વારા નોંધ લેવામાં આવી.