હિંમતનગર સવગઢ વિસ્તારમાં આવેલ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનો ૧૩ મો વાર્ષિક ઉત્સવ  ઉજવવામાં આવ્યો

રિપોર્ટ ઇકબાલ મેમણ હિંમતનગર

સવગઢ વિસ્તારમાં આવેલ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનો ૧૩ મો વાર્ષિક ઉત્સવ   તા. ૦૪/૧૧/૨૦૨૩ અને તા. ૦૫/૧૧/૨૦૨૩ ના સવારે ૯.૩૩ કલાકે ઉજવવામાં આવ્યો હતો. તા. ૦૪/૧૧/૨૦૨૩ ના રોજ ઉજવાયેલ અંગ્રેજી માધ્યમના વાર્ષિક ઉત્સવમાં માનનીય મહાધર્મ ગુરુ થોમસ મેકવાન એ મુખ્ય મહેમાન તથા સાબરકાંઠાના જિલ્લાવિકાસ અધિકારી શ્રી. હર્ષદ વોરા અતિથિ વિશેષ તરીકે હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. એમના પ્રેરણાદાયી સંબોધનમાં જણાવ્યું કે બાળક જે તે ક્ષેત્રમાં જાય એમાં પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપે. બાળકની કેળવણીમાં શિક્ષક એક મહત્વની ભૂમિકા ભજવે છે. તા. ૦૫/૦૧૧/૨૦૨૩ નાં રોજ ઉજવાયેલ ગુજરાતી માધ્યમના વાર્ષિક ઉત્સવ માં હિંમતનગરના ધારાસભ્ય શ્રી. વી.ડી. ઝાલા મુખ્યમહેમાનપદે  તથા શ્રેષ્ટિ અને ભાજપનાં વરિષ્ઠ અગ્રણી શ્રી ઘનશ્યામસિહજી ભાટી  અતિથિ વિશેષ પદે હાજરી આપી હતી. શ્રી. વી.ડી. ઝાલા સાહેબે  પોતાના સંબોધનમાં જણાવ્યું કે શાળાના આવા કાર્યક્રમો દ્વારા વિધાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે છે. સમારંભના  ઉત્સવમાં મુખ્ય મહેમાન તથા અતિથિવિશેષ દ્વારા બાળકોને મેડલ અને સર્ટીફીકેટ એનાયત કર્યા હતા.  

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *