નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતો ના ભાજપ ના સદસ્યો નો પ્રશિક્ષણ વર્ગ 25 નવેમ્બર ના રોજ પોઈચા બેઠક

શૈશવ રાવ રાજપીપળા

નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતો ના ભાજપ ના સદસ્યો નો પ્રશિક્ષણ વર્ગ 25 નવેમ્બર ના રોજ પોઈચા યોજાનાર છે જેની વ્યવસ્થા ની બેઠક રાજપીપલા નર્મદા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાઈ હતી એ પ્રશિક્ષણ વર્ગ ખૂબ સારી રીતે યોજાઈ અને આવનાર તાલુકા પંચાયતના સદસ્યો ને કોઈ તકલીફ ન પડે તે બાબત ની બેઠક યોજાઈ હતી આ બેઠક નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ અને પ્રશિક્ષણ વર્ગ ના ઇન્ચાર્જ અને નર્મદા જિલ્લા ભાજપ ના મહામંત્રી નિલભાઈ રાવ ની અધ્યક્ષતામાં યોજાઈ હતી. નર્મદા જિલ્લાની 5 તાલુકા પંચાયત ના પ્રશિક્ષણ વર્ગ 66 સદસ્યો અપેક્ષિત રહેનાર છે.આ પ્રશિક્ષણ વર્ગ માં પ્રદેશ કક્ષાએથી પ્રવક્તાઓ પણ આવનાર છે.વ્યવસ્થા ની બેઠક માં ભાજપ ના કાર્યકર્તાઓ ને જવાબદારી સોંપવામાં આવી છે.કાર્યકર્તાઓ ને સુશોભન, જમવાની, પ્રેસ મીડિયા અને સદસ્યો ને વર્ગ સુધી કેવી રીતે પહોંચે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *