અંકલેશ્વર રૂરલ પોલીસ મથક ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સફાઈ ઝુંબેશ હાથ ધરાયુ

પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ એ પોલીસ મથક માં સાફસફાઈ કરી

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર રૂરલ પોલીસ મથક ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત તા 20 નવેમ્બર થી 20 ડિસેમ્બર સુધી ખાસ સફાઈ અભિયાન નું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત અંકલેશ્વર રૂરલ પોલીસ મથક ના પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે.સીસોદીયા ની અધ્યક્ષતા હેઠળ પોલીસ મથક ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રૂરલ પોલીસ મથક ના પીએસઆઇ સહીત પોલીસ કર્મચારીઓ એ પોલીસ મથક ખાતે સાફસફાઈ કરી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *