કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા મસ્કા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમ માંડવી મુન્દ્રા ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવેના અધ્યક્ષસ્થાને રાજગોર સમાજવાડી ખાતે યોજાયો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનુંમસ્કા ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે સૌ ઉપસ્થિતોને અપીલ કરી હતી.
કચ્છ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ વિવિધ વિભાગોની યોજનાઓનો લાભ આપવા માટે સ્ટોલ ઊભા કરીને નાગરિકોને સુવિધાઓ પુરી પાડી હતી. ધારાસભ્યશ્રીના હસ્તે ગામના નાગરિકોને લાભ આપવામાં આવ્યો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉદેશ્ય છે કે સરકારની મહત્વની યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા નાગરિકોને મળી રહે. આ કાર્યક્ર્મ અંતર્ગત રાજ્ય અને કેન્દ્ર સરકારશ્રીની વિવિધ યોજના જેવી કે PMJAY, NFSA, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, ICDS, આયુષ્યમાનકાર્ડ, રાશનકાર્ડ સહિત વગેરે યોજનાના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો..
લોકોના આરોગ્યની તપાસણી થઈ શકે તે હેતુસર આરોગ્ય કેમ્પ રાખવામાં આવ્યો હતો. મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓને સરકારી લાભની વિગતો આપીને સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. ખેડૂતોને માર્ગદર્શન મળી રહે તે માટે વિવિધ સ્ટોલ અને યોજનાની જાણકારી આપવામાં આવી હતી. ઈ-શ્રમ કાર્ડ, વિશ્વકર્મા યોજના સહિતની જાણકારી સ્થળ ઉપર જ નાગરિકોને આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિકસિત ભારતના સંકલ્પની સાથે વડાપ્રધાનશ્રીનો સંદેશ સૌ નાગરિકોએ નિહાળ્યો હતો.