આણંદ તાલુકાના સામરખા ગામે સાંસદ શ્રી મિતેષભાઇ પટેલના વરદ હસ્તે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો શુભારંભ

સરકારી યોજનાઓ થકી લોક કલ્યાણનો વ્યાપ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા

જન જન સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓને પહોંચાડવા અને તેની સાર્વત્રિક જાગૃતિના પ્રસાર અર્થે આણંદ તાલુકાના સામરખા ગામે સાંસદ શ્રી મિતેષભાઇ પટેલના વરદ હસ્તે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે જિલ્લા મહામંત્રીશ્રી સુનિલભાઇ શાહ, જિલ્લા પંચાયત ના કારોબારી ચેરમેન શ્રી બળવંતસિંહ પરમાર, જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, આણંદ તાલુકા સંગઠન પ્રમુખ શ્રી દિનેશભાઇ, ગામના વડીલ આગેવાન પરેશભાઇ,ગામના સરપંચા શ્રી ભાવિનભાઇ, તાલુકા ઉપપ્રમુખ શ્રી કલ્પેશભાઇ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને સરકારી યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *