હિંમતનગર શહેર-તાલુકા ભાજપનું નૂતનવર્ષ સ્નેહ સંમેલન યોજાયું

રિપોર્ટ ઇકબાલ મેમણ હિંમતનગર
હિંમતનગર શહેર – તાલુકાનું ભાજપનું નૂતનવર્ષ સ્નેહ સંમેલન હિંમતનગર શહેરના પાર્ટી પ્લોટમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલની અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ. આ પ્રસંગે કનુભાઈ પટેલે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધતા જણાવેલ કે આ દેશની પ્રજાએ મન મનાવી લીધી છે 2024 માં ભાજપની સરકાર બનાવવા માટે, જનસંઘ ની વાત કરતા જણાવેલ કે ભાજપની સ્થાપના કરવામાં આવી ત્યારે ચોક્કસ વિચારધારાને લક્ષમાં રાખી સ્થાપના કરી હતી. પૂર્વજોએ પક્ષને આગળ લાવવા જેમ કે પંડિત દિનદયાલજી, શ્યમાપ્રસાદ મુખરજી, અડવાણીજી, કુશાભાઉજી, મુરલી મનમોહનજી, બાજપાઈજી, તે પ્રમાણે પણ આપણે કામ કરીએ છીએ, આપણી રાજનીતિ ભારતની ભૂમિ માંથી થઈ છે નહીં કે કોઈ પરદેશી માંથી આપણા સંસ્કારને આધારિત સંસ્કૃતી ને જાળવી કામ કરીએ છીએ. ભાજપના કાર્યકર્તા જ્યાં જ્યારે સત્તામાં બેઠો તેમાં ચોક્કસ માપદંડ ને આધારે કામ કર્યું છે. છેવાળા ના માનવીને લક્ષ માં રાખી કામ કર્યું છે, ભાજપની સરકારમાં સુખ, શાંતિ અને સલામતીમાં વધારો થયો છે. આપણી સરકારમાં આતંકવાદીઓને નિસ્તનાબૂદ કરી કડકમાં કડક પગલાં ભર્યા છે. દેશમાં શાંતિ સ્થાપિ હોય તો તે નરેન્દ્રભાઈ ની સરકાર આવ્યા પછી શાંતિ થઈ છે. જિલ્લા સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સકસેનાએ નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી જણાવેલ કે ભાજપમાં દર પાંચ વર્ષે (ચૂંટણી આવે ત્યારે) આ કરવઠું કરવાનું છે પાંચ લાખના ટાર્ગેટ સાથે ચૂંટણી જીતવાની છે. 2024 માં આ વિધાનસભા સીટ ઉપર વધુમાં વધુ માર્જિનથી સૌના પ્રયાસથી ચૂંટણી જીતીશું ભાજપના શત્રુઓના બુદ્ધિઓનો નાશ થાય તેવો નવા વર્ષનો સંકલ્પ લેવો જોઈએ, ગજેન્દ્રભાઈ એ વધુમાં જણાવેલ કે ટનલમાં 41 શ્રમજીવોને જે રીતે બહાર કાઢ્યા તે માટે મજબૂત ઈચ્છા શક્તિ દેશ તથા દુનિયામાં જશે. સંઘના દરેક કાર્યક્રમમાં આપણો સમન્વય રહેવો જોઈએ.
પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કુ. કૌશલ્યાકુંવરબા એ જણાવેલ કે ભાજપના કાર્યકર્તા માટે ક્યારેય વેકેશન નથી હોતો, તહેવારોમાં પણ પક્ષ માટે કામ કરે છે. ધારાસભ્ય વી.ડી.ઝાલાએ શહેર-તાલુકાના કાર્યકર્તાઓને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી શ્રમિકોનો ઉલ્લેખ કરી જણાવેલ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈની સીધી સૂચના અને માર્ગદર્શનથી આ કામ પાર પડ્યું. આપણી પાર્ટી હિન્દુ સંસ્કૃતિને વરેલી પાર્ટી છે તેને તેથી જ પ્રજાનો સાથ મળ્યો છે. નરેન્દ્રભાઈ ના નેતૃત્વમાં વિકાસના કામોમાં પણ પાછો પડ્યો નથી.
ખેડૂતોને સીધા ખાતામાં પૈસા મળે છે, આરોગ્યમાં પણ 10 લાખ સુધી સહાય, માવઠામાં પણ ગુજરાત સરકારે પ્રજાલક્ષી કામ હાથ ધરી તુરંત સહાય જાહેર કરી, આ સરકારે આપણા કાર્યકરોના માધ્યમથી તમામ કામો પૂર્ણ કર્યા છે. વી.ડી. ઝાલાએ વધુમાં જણાવેલ કે મારો પક્ષ છે મારી જવાબદારી છે તે રીતે કાર્યકર્તા કામ કરે છે. વિકસિત ભારત યાત્રા વિશે વાત કરી જે ગામમાં આ યાત્રા આવે ત્યાં સૌ કાર્યકર્તા ગ્રામજનોને જોડીએ તેમ જણાવેલ. શહેરને વિકસિત બનાવવા આ હુડાની મંજૂરી મળી છે. ગુજરાતના શ્રેષ્ઠ 11 શહેરમાં આપણો સમાવેશ થયો છે તેથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સરકારનો આભાર માનીએ છીએ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જે. ડી. પટેલે સંઘ વિશે વાત કરી સંઘના 100 વર્ષ પૂર્ણ થવાથી આપણી આ દિવાળી જ છે તેમ જણાવી રામ મંદિર પણ પૂર્ણતાના આરે છે આપણા માટે આ આનંદની વાત છે. અને થોડા સમય પછી 2024 ચૂંટણીમાં પણ આપણી સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અને જણાવેલ કે દેશના લોકોએ નરેન્દ્રભાઈના શાસનમાં નેતૃત્વમાં વિશ્વાસ અને શ્રદ્ધા મૂકી છે. નવ વર્ષના શાસનમાં દુનિયામાં ભારત અગ્રેસર છે. આવનારા દિવસોમાં જિલ્લાને વિકસિત જીલ્લો બનાવીએ. સાંસદ દિપસિંહ રાઠોડ, ભાજપના શ્રેષ્ઠી સી.સી. શેઠ, રશ્મિભાઈ પંડ્યા, નાગરિક બેંકના ચેરમેન હિરેનભાઈ ગોર, જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, જિલ્લા મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવર, સિદ્ધાર્થભાઈ પટેલ, વિમલભાઈ ઉપાધ્યાય વગેરે પણ નુતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા એ જણાવેલ કે આ નુતન વર્ષની સાથે વિજય સંકલ્પ સંમેલન પણ છે. પરમાત્માના આશીર્વાદ હોય તો જ ભાજપના કાર્યકર્તા તરીકે જન્મ થયો એ આપણે છીએ. આ પ્રસંગે લોકસભાના ઇન્ચાર્જ નરેન્દ્રસિંહ સોઢા, મહિલા મોરચાના પ્રમુખ નીલાબેન પટેલ, ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ, જયંતીભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન શહેર ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ રાવલ એ કરેલ. કાર્યક્રમમાં ગોપાલસિંહ રાઠોડ, સર્જનસિંહ જેતાવત, જયપ્રકાશ શાહ, અમૃત પુરોહિત, અનિરુદ્ધ સોરઠીયા, અનિલ હરિયા સહિત શહેર-તાલુકાના કાર્યકરો, ચૂંટાયેલા પદાધિકારીઓ, બહેનો વગેરે હાજર રહેલ. કાર્યક્રમનું સંચાલન યોગેશભાઈ રાવલ અને શહેર મહામંત્રી જયેશ પટેલે કરેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *