
માણસા તાલુકાના સોજા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠફ્ર મોદી સરકારની યોજનાઓથી ગ્રામજનો માહિતગાર બન્યા

એકપણ જરૂરિયાતમંદ લાભાર્થી સરકારની યોજનાથી વંચિત ના રહે તેને પ્રાથમિકતા આપવી અમારું લક્ષ્યઃમાણસા વિધાનસભા ધારાસભ્યશ્રી જે.એસ. પટેલ






માણસા તાલુકાના સોજા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કેન્દ્ર સરકારની ૧૭ યોજનાઓની ગ્રામજનોને જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને પ્રમાણપત્ર, સહાય વિતરણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અગ્રણીઓ, અધિકારીઓ, લાભાર્થીઓ, સરપંચ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રામાં માણસા વિધાનસભા ધારાસભ્યશ્રી જે.એસ. પટેલે જણાવ્યું હતું કે, દુનિયાના વિકસિત દેશોની હરોફ્રમાં ભારતનો તિરંગો લહેરાઈ અને ભારત પણ દુનિયાના વિકસિત દેશોમાં સામેલ થઈ શકે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન સ્પષ્ટ છે. વર્તમાન સરકારશ્રીની યોજનાઓથી દેશના કરોડો પરિવારનું જીવન બદલાયું છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રામા પશુ આરોગ્ય કેમ્પ યોજવાની સાથે સરકાર વતી અધિકારીઓ સરકારની યોજનાઓ, વિવિધ સેવાઓ સાથે લાભાર્થીઓને દ્વારે આવ્યા છે. માણસા વિધાનસભા ધારાસભ્યશ્રી જે.એસ. પટેલે કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોને જણાવ્યું હતું કે, એકપણ જરૂરિયાતમંદ લાભાર્થી સરકારની યોજનાથી વંચિત ના રહે તેને પ્રાથમિકતા આપવી અમારું લક્ષ્ય છે. જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ સ્થફ્ર પર ઉપસ્થિત રહીને ગ્રામજનોને યોજનાઓથી વાકેફ કરે છે તથા સ્થફ્ર પર પૂરતી માહિતી અને લાભ પણ આપવામાં આવે છે. આ સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનો તથા ગ્રામજનોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા દેશના વિભિન્ન ખુણેથી જાેડાયેલા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાઇવ સાંભળ્યા હતા. ઉપરાંત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતે મેફ્રવેલ વિવિધ સહાયની સાફલ્ય ગાથા રજૂ કરી હતી. કાર્યક્રમના અંતે માણસા વિધાનસભા ધારાસભ્યશ્રી જે.એસ. પટેલે ગ્રામજનોને વિવિધ કચેરીઓ દ્વારા કાર્યરત સ્ટોલની મુલાકાત લઇ સરકારની યોજનાઓની વિસ્તૃત જાણકારી મેફ્રવી તેનો લાભ લેવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી ક, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, સરપંચ શ્રી સહિત મહાનુભાવો,અધિકારી, આગેવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે મહેમાનો તથા ગ્રામજનોએ વિકસિત ભારત માટેના શપથ લઈને દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સૌ સંકલ્પબદ્ધ થયા હતા.