
સરકારની વિવિધ યોજનાઓના લાભો ઘર આંગણેથી મેળવી લેવા અનુરોધ કરતાં નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી

બોરસદ તાલુકાના ઉનેલી અને ચુવા ગામે યોજાયેલ યાત્રામાં સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ અને નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિ

રિપોર્ટ : બીના પટેલ
ભારત સરકારની વિવિધ લોકકલ્યાણકારી ૧૯ જેટલી યોજનાઓના લાભો છેવાડાના લાભાર્થીઓ સુધી પહોંચે અને લોકો સરકારની યોજનાઓથી માહિતગાર બને તેવા ઉદ્દેશ સાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આરંભ થયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આણંદ જિલ્લામાં ગત તા. ૩૦ મી નવેમ્બરથી પ્રારંભ થયો છે.
આણંદ જિલ્લામાં પ્રારંભ થયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ત્રીજા દિવસે બોરસદ તાલુકાના ઉનેલી ગામ ખાતે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીએ ઉપસ્થિત રહી લોકોને સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીએ સાંસદશ્રી મિતેષભાઈ પટેલ સાથે વિવિધ સરકારી વિભાગો દ્વારા કાર્યક્રમના સ્થળે ઉભા કરવામાં આવેલ સ્ટોલની મુલાકાત લીધી હતી.
બપોર બાદ બોરસદ તાલુકાના ચુવા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી ત્યારે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી અને સાંસદ શ્રી મિતેશભાઇ પટેલે ઉપસ્થિત રહી ભારત સરકારની અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો ગામ ખાતેથી જ મળે છે ત્યારે મેળવી લેવા અનુરોધ કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે ગામ ખાતે વિવિધ સ્ટોલ બનાવવામાં આવ્યા છે, જેમાં ખેતી, પશુપાલન, આરોગ્ય, બેન્કિંગ જેવી અનેકવિધ યોજનાઓની જાણકારી મેળવી બાકી રહેલ સાચા લાભાર્થીઓ લાભ મેળવે તે માટે ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય શ્રી, ગામના સરપંચ શ્રી ઓ, તાલુકા વિકાસ અધિકારી શ્રી બી. આર. પટેલ, શિક્ષણ વિભાગના શ્રી સોલંકી સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.