







શુભ યાત્રા સ્વચ્છ યાત્રા કેમ્પેઇન-૨૦૨૩”
મુસાફરોને કચરો કચરા પેટીમાં નાખવા, બસ સ્ટેન્ડમાં કચરો ન ફેંકવા માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલ ની અપીલ માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલે માણસા બસ સ્ટેશન ખાતેથી “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા કેમ્પેઇન-૨૦૨૩”નો પ્રારંભ કરાવ્યો હતો. ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલે એસ.ટી.બસમાં બેઠેલા મુસાફરોને કચરો કચરા પેટીમાં નાખવા, બસ સ્ટેન્ડમાં કચરો ન ફેંકવા અપીલ કરી હતી. શુભ યાત્રા સ્વચ્છ યાત્રા કેમ્પેઇનના પ્રારંભે ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલએ “કચરો કચરા પેટીમાં નાખવો” જેવા સૂત્રો વાળા સ્ટીકર બસમાં લગાવીને “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા”નો સંદેશ પુરો પાડ્યો હતો. તથા એસ.ટી બસ સ્ટેન્ડ પરિસરમાં સફાઇ કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલે જણાવ્યું હતું કે, એસ.ટી.બસ આપણે સૌને સમય પર અને સલામત રીતે નિશ્ચિત સ્થાન પર પહોંચાડે છે. ત્યારે એસ.ટી.બસ અને બસ ડેપોને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણા સૌની છે. ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ‘શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા’ અંતર્ગત આજથી શરૂ કરવામાં આવેલ રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન હેઠળ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થઈ સૌને જીવનમાં સ્વચ્છતાનો મૂળમંત્ર આત્મસાત કરવા આહ્વાન કર્યું. આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ લોકભાગીદારી થકી બસ સ્ટેન્ડ અને બસને ચોખ્ખી રાખીને “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા કેમ્પેઇન”ને સાચા અર્થમાં સાકાર કરવાં નાગરિકોને અનુરોધ કર્યો હતો. આ અભિયાનમાં એસ.ટી.ડેપોના અધિકારીશ્રી,કર્મચારીશ્રીઓ, સામાજીક આગેવાનશ્રીઓ તથા મુસાફરો ઉપસ્થિત રહ્યાં હતાં.