આહવા ખાતે યોગ ટ્રેનરોની પરીક્ષા યોજાઇ

ડાંગ અમરનાથ જગતાપ

આહવા: તા: ૪: ગત તા.૩/૧૨/૨૦૨૩ના રોજ, ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત ‘સેવાધામ’ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનરોની પ્રેક્ટિકલ અને મૌખીક ઇન્ટરવ્યું પરીક્ષાનુ આયોજન કરવામા આવ્યુ હતુ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલભાઇ અને સાઉથ ઝોન કો-ઓર્ડિનેટર શ્રીમતી પ્રીતિબેન પાંડેના માર્ગદર્શન હેઠળ, ડાંગ જિલ્લા કો-ઓર્ડીનેટર શ્રી કમલેશ પત્રેકર તથા શ્રીમતી સરિતાબેન ભોયે, શ્રીમતી નેહા કાપડીયા, શ્રીમતી સુમન ગાયકવાડ અને શ્રી તુષારભાઇના સહયોગથી ઉમેદવારોની પરીક્ષા પુર્ણ કરાઇ હતી. આ પરિક્ષામા કુલ ૩૫ ઉમેદવારોએ ભાગ લીધો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *