




નેત્રંગ તાલુકા સઝણવાવ ખાતે ભારતીય જનતા પાર્ટી ભારત દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર તરફથી મળતા અલગ-અલગ પ્રકારના કાર્યક્રમો દ્વારા આવરી લેવામાં આવતી 22 સરકારી યોજનાઓ દ્વારા ગામેગામ છેવાડાના માનવી સુધી પહોચી રહે એ હેતુલક્ષી સંકલ્પ વિકસિત યાત્રા કાર્યક્રમ અંતર્ગત તવડી ખાતે ઝઘડિયા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી રિતેશભાઇ વસાવા અઘ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમને આગળ વધાવવામાં આવ્યો.
ત્યારબાદ નેત્રંગ તાલુકાના અલગ અલગ સરકારી કામગીરીને પગલે લોકોને સરકારી યોજનાને લક્ષી લાભ મળી રહે એ હેતુથી કાર્યક્રમના ભાગરૂપે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દ્વારા મળતા યોજનાને લગતા લાભાર્થીઓએ લીધેલા યોજનાકીય કાર્ડનું વિતરણ કરવામાં આવ્યા,ત્યારબાદ ભારત વિકસિત યાત્રા તથા સ્વચ્છતા અભિયાનનો સંકલ્પ(શપથ) લેવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં નેત્રંગ તાલુકા પંચાયત નાં પ્રમુખશ્રી વસુધાબેન ઉપપ્રમુખશ્રી નિતેષભાઈ પરમાર કારોબારી સમિતિ નાં ચેરમેન કમળાબેન જીલ્લા મંત્રી શ્રી ભાવનાબેન પંચાલ મહામંત્રી શ્રી પ્રકાશભાઈ ગામિત મહામંત્રી શ્રી નિર્મલભાઈ દોશી પિયુષભાઈ પટેલ મનોજભાઈ વસાવા જયેશભાઈ વસાવા માજી મહામંત્રી સંજયભાઈ બિલાઠા ગ્રામ પંચાયત નાં સરપંચ ગૌતમભાઈ રઘુવીરભાઈ તથા તાલુકા નાં અધિકારી શ્રી ઓ હેલ્થ કચેરી નાં કર્મચારીઓ સરપંચ શ્રી ઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
